બ્રહ્માની આંખમાંથી અત્રિ જન્મ્યા છે. અ-ત્રિ એટલે ત્રિગુણનો તદ્દન અભાવ છે. ત્રિગુણરહિત છે તે અત્રિ. તે ઉપરાંત કર્મત્રયી એટલે કે કર્મ, અકર્મ, વિકર્મ અથવા તો કર્તા-કર્મ-ક્રિયા એ ત્રણ કડીઓની સાંકળથી જે મુક્ત છે અથવા એ ત્રણેથી જે પર છે તે અત્રિ. આને કારણે જ્ઞાનમયીનો ભેદ પણ જેને માટે ભૂંસાઇ ગયો છે તે અત્રિ. જ્ઞાન-અજ્ઞાન-વિજ્ઞાન અથવા તો જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેય એ ત્રણે જ્યાં એકાકાર થઇ જાય છે તેવું વ્યક્તિત્વ તે અત્રિ. આમ થતાં અનેક પ્રકારના સ્થૂળ કે સૂક્ષ્મ આકારો અને તેમને વિવિધ રીતે જોતા અભિગમો - આભાસો બધું જ એક નિરાકાર, નિરાભાસ તત્વના રૂપમાં, એના મૂળ રૂપમાં પ્રકાશી ઊઠે છે એટલે કાલત્રયી, ગુણત્રયી, કર્મત્રયી, જ્ઞાનમયી એ સૌથી જે પર છે, ઉપર ઊઠી ગયા છે તે અત્રિ.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા દેવોની પત્નીઓ પણ અસૂયાનો ભોગ થઈ પડી અને પોતાના પતિદેવોને અનસૂયાના સતીત્વની પરીક્ષા કરવા મોકલ્યા એ કથા તો બહુ જાણીતી છે.
આ અત્રિમાં રહેલી પ્રજ્ઞા-દ્રષ્ટિ ઉઘાડવાનું કામ અનસૂયા કરે છે. અગિરસના રસભંડારનો મૂળ સ્ત્રોત જેમ શ્રદ્ધા છે તેમ અત્રિના અ-ત્રિ હોવાનું મૂળ કારણ અનસૂયા છે. અનસૂયા પણ શ્રદ્ધાની જેમ જ કર્દમ ઋષિનાં દીકરી છે. આથી શ્રદ્ધા અને અનસૂયા બેનો છે. ગીતકારે પણ બંને બહેનોની વાત "શ્રદ્ધાવાન્ અનસૂયશ્ય" (18-71) એ રીતે કરી છે.
અનસૂયાની મુખ્ય વિશેષતા કઇ છે ? ગુણવાનોના ગુણોનું જે ખંડન ન કરે, અલ્પ ગુણવાળાની પણ જે પ્રશંસા કરે અને અન્યના દોષોમાં જે આનંદનો જરા પણ અનુભવ ન કરે તે અનસૂયા છે. મૂળ શબ્દ છે અન્ - અસૂયા. કોઇનું સારું ન જોવુ, સારું ન સાંભળવું, સારપ ન તારવવી, ઉન્નતિ સહન ન કરવી એ ઇર્ષ્યા. એમાંય અસૂયાનો ઇર્ષ્યાથી એક ડગલું આગળ વધે છે. ઇર્ષ્યા તો પોતે જ અન્યના કશા ય સારા ગુણો, વિકાસ વગેરેથી બળે છે પણ અસૂયા તો કારણ વિના બીજાને બાળવા માટે ગમે તેવો હીન માર્ગ લેતાં અચકાતી નથી. ઇર્ષ્યા રહિત, અસૂયારહિત થયા વિના માણસ સંસારના કીચડમાંથી, રાગ-દ્વેષ અને આસક્તમાંથી, બહાર નીકળી શકતો નથી.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા દેવોની પત્નીઓ પણ અસૂયાનો ભોગ થઈ પડી અને પોતાના પતિદેવોને અનસૂયાના સતીત્વની પરીક્ષા કરવા મોકલ્યા એ કથા તો બહુ જાણીતી છે. ત્રણ દેવો અનસૂયાને આંગણે ભિક્ષા માગવા આવ્યા અને નિર્વસ્ત્ર થઇ ભિક્ષા આપે તો જ અનસૂયાને હાથે ભિક્ષા લે તેવી શરત મૂકી. અનસૂયાએ ત્રણેને નાના બાળક બનાવી ભિક્ષા પીરસી. ત્રણેને અનસૂયાનું માતૃસ્વરૂપ એટલું ગમી ગયું કે પછી ત્રણેએ દત્ત રૂપે અનસૂયાની કૂખે જન્મ લીધો. એ ઉપરાંત સોમ અને દુર્વાસા જેવા વિરોધી ગુણો ધરાવતા બીજા બે પુત્રો પણ અનસૂયાની કૂખે જન્મ્યાની કથા છે.
"સોનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ" એમ ઇચ્છવું, પ્રાર્થવું એ જ જીવનની પરમ કૃતાર્થતા છે.
ક્યાં સૌમ્ય, શીતળ, અમૃતમય ચાંદનીની વિશેષતા ધરાવતો સોમ અને ક્યાં ઉગ્ર, વિનાશક, દાહક દુર્વાસા! પણ સોમ અને દુર્વાસાના જીવનકાર્યને સમરસ બનાવી એક સહજ સંપૂર્ણ જીવન જીવન મ્હોરી ઊઠતું દેખાય છે દત્તાત્રયમાં. એ આકાશની જેમ અનાદિ-અનંત અને નિર્મલ-વ્યાપક છે. દત્તાત્રય પોતાનો પરિય કરાવતાં પ્રહલાદને કહે છે, "ના હં નિન્દે ન ચ સ્તોમિ" - હું કોઇની ય નિંદા કરતો નથી અને સ્તુતિ પણ કરતો નથી. પરસ્પર વિરોધી સ્વભાવવાળા હોવું એ આ દ્વન્દ્નાત્મક સંસારના જીવોનું લક્ષણ છે. પણ એ સર્વનું પરમાત્માં એક રૂપ થઇ કલ્યાણ થાય, મંગળ થાય એમ જ હું ઇચ્છું છું."
"સોનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ" એમ ઇચ્છવું, પ્રાર્થવું એ જ જીવનની પરમ કૃતાર્થતા છે. અનસૂયાના પુત્રથી જ એવું થઇ શકે. અત્રિ-અનસૂયાની કથાનો આ ભાગ ખરેખર તો યાદ રાખવા જેવો, પ્રચારવા-પ્રસારવા જેવો છે.
YV / KP
Reader's Feedback: