
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીના સંબોધનને લઈને સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ ભલે ભ્રમની સ્થિતિમાં હોય પરંતુ તેમના પુત્ર અને યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ વખતે બિલકુલ સ્પષ્ટ મત આપ્યો છે.
સપાના પ્રમુખની કાલે ફૈઝાબાદમાં કરવામાં આવેલી ટિપ્પણી પર માયાવતીએ ખૂબ જ કડક જવાબ આપ્યાના એક દિવસ પછી મુલાયમે ચૂંટણી વિસ્તાર આઝમગઢમાં આયોજિત રેલીમાં અખિલેશે કહ્યું કે બસપામાં પણ બધા લોકો માયાવતીને બહેનજી કહે છે, ભલે તે કોઈ પણ ઉમંરના કેમ ના હોય, પરંતુ અમે તો તેમને માસી કહીએ છીએ.
ઉલ્લેખનીય છે કે મુલાયમના ગત દિવસોમાં ફૈઝાબાદમાં એક ચૂંટણી રેલીમાં માયાવતીની બાબતમાં કહ્યું હતું કે આમને શ્રીમતી કહું, કુંવારી કે પછી દિકરી કે બહેન કહું. આ ટિપ્પણીથી ગુસ્સે થયેલા માઆવતીએ રેલીઓથી પાછા ફરીને લખનૌમાં પત્રકારોથી વાતચીતમાં મુલાયમની ટિપ્પણીને નબળી થયેલી માનસિકતાની સંકેત આપતા સપાના પ્રમુખને પાગલખાનામાં મોકલવાની સલાહ આપી હતી.
PK
Reader's Feedback: