
સો.ગૂગલ
અમદાવાદ :"અત્યારે જોરશોરથી ઈલેક્શનની તૈયારીઓ ચાલી રહી છે અમુક રાજ્યોમાં મતદાન શાંતિપુર્ણ પૂર્ણ થયેલ છે અને હવે બે મહ્ત્વના રાજ્યોની વાત છે એ ગુજરાત અને યુ.પી ની ચુંટણીની..!! રિઝલ્ટ કેવુ આવશે એતો પ્રજા જાણે!!
ચુંટણી આવે એટલે કાર્યકર્તાઓમાં જોરશોરથી આનંદ પ્રવર્તવાનો ચાલુ થઈ જાય છે..એ ઠેર ઠેર સભા..સભાના કારણે ફરવાનુ..હરવાનુ..ચરવાનુ સોરી સોરી નાસ્તા, જમવાનુ ને સાથે રુપિયા ય મળતા હશે!! ભારતની પ્રજામાં ને ખાસ કરીને ગુજરાતની પ્રજામાં શાણપણ જોવા મળે જેમકે એક પક્ષનુ ચુંટણી કાર્યાલય હોય ત્યાં નાસ્તો કરે પછી બીજી જગ્યાએ બીજા પક્ષની ઓફિસ હોય ત્યાંય નાસ્તો કરે ને ત્રીજી જગ્યાએ હોય ત્યાં પણ નાસ્તો કરે!! ઘણા લોકો નાસ્તો કરવામાં માટે ઘરે જમતાં પણ નથી તેવા સમાચાર પણ છે..નાસ્તામાં શરુઆત ચવાણું પેડાંથી થાય..પછી..બટાટાપૌંઆ..સમોસા..
હવે ચુંટણી સાહિત્ય પર આવીએ..ઘણા લોકો એવા હોય છે દા.ત મારા જેવા કે ચુંટણીના પેમ્ફલેટો ભેગા કરે..પછી ચુંટણી પુરી થયા બાદ એ પસ્તી વેચીને રુપિયા ભેગા કરી પેટ્રોલ પુરાવે એ અમદાવાદી..!! ચૂંટણીમાં પક્ષો સ્ટીકર બહાર પાડે..એ થોડા જથ્થામાં ભેગા કરે અને એનો ઉપયોગ પછી ઉત્તરાયણમાં ફાટેલા પતંગ ચોંટાડવા ઉપયોગ કરે..કિ - ચેઈન આપ્યા હોય તો એ દસ રુપિયાના ભાવે વેચે..એક વખત કોંગ્રેસે નાના બીંદીમાં પંજાના સ્ટીકર કાઢેલા..અમો એ નાના સ્ટીકર ભાજપાના ઉમેદવારને કપાળે લગાવેલા.. એના સ્ટીકર પર યારરર..!! ચુંટણી આવે એટલે કાર્યકરો પણ જોરશોરથી ફોર્મમાં આવી જાય..એમને રેલીના બહાને પેટ્રોલ મળે અને ઘણીવાર રાત્રે દારુ પાર્ટી પણ થાય!!
ચુંટણીમાં પ્રજાને આકર્ષવા ઉમેદવાર શેરીએ શેરીએ ફરે ને એમના જ માનીતા લોકો એમને હાર પહેરાવી સ્વાગત કરે!!
ચુંટણી સમયે ઘણા પક્ષો મોટા સંગીતના પ્રોગ્રામ રાખતા હોય છે દા.ત. ભાઈ ભાઈ નો અરવિંદ વેગડાનો પ્રોગ્રામ રાખેલો..જેમાં પક્ષનુ નામ ન હોય પણ અંદર ગવાતા ગીત તેમનો જ પ્રચાર કરતા હોય!! આવાઅનેક પ્રચારો માટે કાર્ય કરતા હોય છે ને ધૂમ રુપિયા ખર્ચી નાંખતાં હોય છે પરંતુ રિઝલ્ટ તો પ્રજા જ નક્કી કરતી હોય છે..પ્રજા કોંગ્રેસ વાળાની રિક્ષામાં બેસી ને ભા.જ.પા ને મત આપી આવે અને એને કહે તમારા જ ઉમેદવાર ને મત આપ્યો છે. (ઉદાહરણ છે સત્ય માની લેવુ નહી) ને એની જ રિક્ષામાં બેસી ઘરે પરત આવે!!
હવે જોઈએ રિઝલ્ટ પર..કે શું આવે ને કોણ જીતે ને કોણ ખુરશી પર બેસે..!! વો તો સમય હી બતલાયેંગા મેરે દોસ્ત!! દેશનુ ભવિષ્ય ભુતકાળને જોઈ નહી ભવિષ્યને જોઈ ચલાવી શકાય છે..માટે જ એવા ને પસંદ કરજો કે જે પાંચ વર્ષ સુધી તમારુ સાંભળે!!
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: