
ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી અને નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા અમિત શાહે દાવો કર્યો છે કે અમેઠીમાં પણ મોદીની લહેર ચાલી રહી છે અને આ સમયે નહેરૂ ગાધી પરિવારની રાજકીય જમીન બનેલા આ વિસ્તારની જનતા આ વખતે ઈતિહાસ લખશે.
અમેઠીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ ભાજપના સ્મૃતિ ઈરાની મેદાનમાં તો બીજી બાજુ આપ પાર્ટીના કુમાર વિશ્વાસ પણ મેદાનમાં છે. અમિત શાહે અમેઠીમાં મતદાન દરમ્યાન સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે મતદાન મથકો પર સિક્યોરિટીની સંખ્યા વધારવી જોઈએ. અમિત શાહનો આરોપ છે કે પ્રદેશ સરકાર મતદાન દરમ્યાન પોતાની મશીનરીનો દુરૂપયોગ કરી શકે છે.
જો કે, આ બધી ચર્ચાની વચ્ચે અમેઠીમાં ભાજપની ચૂંટણી વ્યવસ્થા સંભાળનાર ગોવિંદ નારાયણ શુક્લાએ જણાવ્યું કે પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગામી 5મી મે ના રોજ અમેઠીના ગૌરીગંજમાં જનસભાનું સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી 7મી મે હોવાથી આદર્શ આચારસંહિતા મુજબ 5મી મે એ સાંજના 6 વાગ્યાનો સમય પછી દરેક પાર્ટીઓના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આથી 8મા તબક્કાની મોદી માટે આ છેલ્લી રેલી અમેઠીમાં યોજાશે.
PK
Reader's Feedback: