
આજે જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે તેમના બ્રાન્ડ જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી સલૂનનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કર્યું હતું. અને યુવાનોને અવનવી હેર કેર ટિપ્સ પણ આપી હતી.
જાવેદ હબીબે જણાવ્યું હતું કે ગુજરાતમાં તેઓના 200 સલૂન છે જેમાં અમદાવાદમાં આ 21મું સલૂન ઉદ્ધાટિત થઈ રહ્યું છે જે બાબતનો તેમને ખૂબ આનંદ છે.
જાવેદે હબીબે અમદાવાદમાં તેમના ત્રીજા ફ્રેન્ચાઇઝી સલૂનનું ઉદ્ધાટન કરતાં જણાવ્યું હતું કે, દરેક રાજય અને દરેક વ્યક્તિ પ્રમાણે વાળનું ટેક્સચર જુદુ જુદુ હોય છે અને તેના માટે વાળી પૂરતી સંભાળ લેવી જરૂરી બની જાય છે. તેમણે હેર કટ વિશે જણાવ્યું હતું કે ટીનેજર્સ અને સ્ટુડ઼ન્ટ પુષ્કળ પ્રમાણમાં જુદા જુદા હેર કટિંગના એક્સરીમેન્ટ કરે છે. જો કે દરેક વ્યક્તિના દેખાવ પ્રમાણે દેર કટ અલગ અલગ હોવા જોઈએ. જરૂરી નથી કે તમારા સર્કલમાં કોઈ 3 સ્ટેપ હેર કટ કરાવ્યા હોય તો તે તમને પણ સૂટ થાય.
જાવેહ હબીબે ‘જીજીએન’ સાથેની ખાસ વાતચીતમાં વાળ વિશે પ્રવર્તતી કેટલીક માન્યતાઓનું પણ ખંડન કર્યું હતું. તેમણે કહ્યું કે લોકો એવું માને છે કે શેમ્પૂથી વાળ ધોવાથી વાળ ખરાબ થાય છે. શેમ્પૂ જો વાળના ટેક્સચર પ્રમાણે પસંદ કરવામાં આવે તો શેમ્પૂથી વાળને નુકસાન નથી થતું.
તેમણે એમ પણ ઉમેર્યું કે બે મહિને વાળનું ટ્રિમિંગ કરવાથી વાળની ગુણવત્તા જળવાઈ રહે છે જેમ વૃક્ષનું કે છોડનું ટ્રિમિંગ કરવાથી તેમાં નવી ડાળી અને પાંદડા ફૂટે છે. તે જ રીતે વાળને ટ્રીમ કરવાથી વાળ સારા થાય છે.
વાળમાં તેલ નાખવાની માન્યતાનું ખંડન કરતાં તેમણે જણાવ્યું કે વાળ માટે તેલ જરૂરી નથી. જેના વાળ સૂકા અન શુષ્ક હોય તેવા લોકોએ વાળ ધોતા પહેલા તેલ નાખવું જોઈએ. જેથી વાળ સૂકા અને શુષ્ક થતા અટકે.
હેર સ્ટાઇલિસ્ટ બનવા અંગેની કરિયર હવે કેટલી પ્રતિષ્ઠામય બની છે. આ પ્રશ્નના જવાબમાં જાવેદ હબીબે જણાવ્યું હતું કે પહેલા આ કામ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ નહોતું જોવાતું. હવે એવો સમય નથી રહ્યો વળી પહેલા એવું હતું કે પરંપરાગત રીતે જ યુવાનો આ ક્ષેત્રમાં કામ કરતા હતા. જ્યારે અમદાવાદમાં અમારી એકેડમી શરૂ થઈ ત્યારે 95 % છોકરાઓ તાલીમ લેતા અને માત્ર 5 ટકા જ છોકરીઓ હતી.
જોકે હવે હવે છોકરા છોકરીઓનો રેશિયો પચાસ પચાસ ટકાનો છે તેઓ હવે બાકાયદા ટ્રેનિંગ લઇને ગર્વથી હેર સ્ટાઇલિસ્ટ બને છે. વળી છ મહિનાની ટ્રેનિંગ બાદ તેઓ સારી કમાણી પણ કરી શકે છે. એટલે કહી શકાય કે પહેલા લોકો ડોક્ટર , એન્જિનિયર, કે સીએ બનવા તરફ નજર દોડાવતા હતા. હવે આ હેર સ્ટાઇલિસ્ટ તરીકે પણ લોકો સફળ કરિયર વિકસાવે છે.
જાવેદ હબીબની હેર યોગ ટિપ્સ
વાળની માવજત ખૂબ જરૂરી છે અન તેના માટે જાવેદ હબીબને ખાસ હેરયોગ ટિપ્સ પણ વહેંચી હતી. જાવેદે જણાવ્યું કે હેર યોગ તરીકે હું કોઈ યોગાસનો નથી કહેતો પરંતુ કેટલીક બેઝિક સંભાળની વાત કરું છું.
વધુમાં વધુ પાણી પીવું, હેલ્ધી ફૂડ ખાવું , વાળને શક્ય હોય ત્યાં સુધી રોજ ધોવા જેથી વાળ ચોખ્ખા રહે.
MP/RP
Reader's Feedback: