
આજે લોકસભાની ચૂંટણીનો સાતમો તબક્કો શરૂ થઈ ગયો છે. ત્યારે યુવા અને જાગૃત મતદાતાઓ હજારો કિલોમીટરની સફર કરીને વોટ આપવા માટે માદરે વતન આવી ગયા હતા અને મતદાન કરવાની ફરજ અદા કરી હતી. આવા મતદાતાઓમાં યુવાનોનો વિશેષ સમાવેશ થાય છે. તો સાથેસાથે એવા પણ કેટલાક મતદાતા હતા જેઓ કોઈ શારિરીક ક્ષતિથી પીડાતા હતા. તેમ છતાં પણ તેઓ મતદાન કરવા માટે પહોચ્યા હતા.
બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત નિખિલ શાહ મત આપવા માટે જ તેમની માતૃભૂમિ જૂનાગઢ આવ્યા હતા. તેમણે જીજીએન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકશાહીને કારણે જ આપણને આપણા માટે કામ કરનારા નેતા મળે છે માટે જ હું ખાસ બેંગ્લોરથી જૂનાગઢ આવ્યો છું.
તો ઇ.ટીવી પર આવતી સિરિયલ માથાભારે મંજુલાના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વિવેક પટેલ પણ મુંબઈથી મત આપવા માટે ખાસ અમદાવાદ આવી પહોચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમારી સીરિયલ માથાભારે મંજૂલાની થીમ છે કે લોકોને તેમના હકો અને ફરજો અંગે જાગૃત કરવા. માટે જ અમે પણ મત આપીએ તે જરૂરી છે. કારણ કે લોકશાહીમાં એક એક વોટ અમૂલ્ય છે. વળી, જ્યારે આપણી પાસે યોગ્ય નેતા પસંદ કરવાની તક આવી છે તો તેનો લાભ આપણે લેવો જોઈએ. અને જાગૃત નાગરિક તરીકે મત આપીને નૌતિક ફરજ અદા કરવી જોઈએ. હું મત આપવા માટે જ ખાસ આજે સવારે ફક્ત એક જ દિવસ માટે મુંબઈથી અમદાવાદ આવ્યો છું.
મતદાનના દિવસે પોતાનો અમૂલ્ય વોટ યોગ્ય ઉમેદવારને મળે તે માટે હૈદરાબાદમાં જોબ કરતી નિશા રાજકોટ પોતાના વતન પહોંચી ગઈ હતી.
MP/DP
Reader's Feedback: