
ભાજપનાં વરિષ્ઠ નેતા અને યૂપીનાં પ્રભારી અમિત શાહે આઝમગઢ લોકસભા બેઠક પરથી પાર્ટીનાં ઉમેદવાર રમાકાંત યાદવના રેલી સંબોંધી. જ્યા અમિત શાહે કહ્યુ કે આઝમગઢ આંતકવાદીઓનું રહેણાંક છે, એટલા માટે કે સમાજવાદી સરકાર આંતકીઓને છોડાવવાની પૈરવી કરી રહી છે.
અમિત શાહે કહ્યુ કે યૂપીમાં સરકારનો કોઇ ડર નથી, અને ગુજરાત બોંબ બ્લાસ્ટના આરોપી પણ આઝમગઢનાં હતા. ગુજરાતનો ગૃહ મંત્રી હતો ત્યારે તેમને આઝમગઢથી ઝડપ્યા, અને ત્યારબાદ ગુજરાતમાં એક પણ આંતકી ઘટના નથી થઇ.
શાહે સમાજવાદી સરકારનાં સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પર પ્રહાર કરતા કહ્યુ કે તેમનો સમાજવાદ પરિવાર વધારવામાં આવે છે. તેમણે મૈનપુરી સાથે આઝમગઢથી ચૂંટણી લડી રહેલા મુલાયમ સિંહ પર પ્રહાર કરતા કહ્યુ કે તે તેમના બીજા પુત્ર માટે રાજકીય જમીન તૈયાર કરી રહ્યા છે.
આ મામલે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વિરોધ નોંધાવ્યો, અને કહ્યુ કે ચૂંટણી પંચે અમિત શાહ વિરુધ્ધ કાર્યવાહી કરવી જોઇએ.
DP
Reader's Feedback: