
નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુધ્ધ કેટલાક દિવસો પહેલા જાસૂસી કાંડની તપાસ કરાવવાની જાહેરાત કરનાર યૂપીએ સરકાર હવે તપાસ નહી કરે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેન્દ્રની યૂપીએ સરકારે જાસૂસી મામલે તપાસ ન કરાવવાનું મન બનાવી લીધુ છે.
માનવામાં આવી રહ્યુ છે કે યૂપીએ સરકારનાં સહયોગિઓનાં વિરોધને કારણે સરકારે આ નિર્ણય કર્યો છે. 2 દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે જાસૂસી મામલાની તપાસ માટે કાર્યવાહી શરૂ કરી હતી. જે અંગે ભાજપે વિરોધ કરતા કહ્યુ હતુ કે સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહી છે.
બીજી તરફ એનસીપી અને નેશનલ કૉન્ફરન્સે સરકારનાં તપાસ કરાવવાનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો. અને કહ્યુ હતુ કે જાસૂસી કાંડમાં તપાસની જવાબદારી નવી સરકાર પર છોડવી જોઇએ. બંને પાર્ટીઓનું માનવુ છે કે યૂપીએ 2 નાં અંતિમ દિવસોમાં તપાસ માટે જજની નિયુક્તિ કરવામાં આવશે, તો તેને સરકારની બદલાની કાર્યવાહીનાં રૂપમાં જોવામાં આવશે.
DP
Reader's Feedback: