
પ્રિયંકા ગાંધીએ શુક્રવારે અમેઠીમાં ભાજપ પર હુમલો કરતા તેમને કાયર ગણાવ્યા છે. પ્રિયંકાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દ્વારા તેમની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલની વિરૂદ્ધ લોકોના દરવાજા પર ખરાબ પ્રચારને માટે સામગ્રીઓ ફેંકવામાં આવી રહી છે.
જો કે, અમેઠી અને આજુબાજુના વિસ્તારમાં આવા બુક્લેટ્સ સામે આવ્યા છે જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વિરૂદ્ધ ભારે અપમાનજનક વાતો કહેવામાં આવી છે. આ બુકલેટ્સના ઉપર ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીનું નામ લખ્યું છે.
પ્રિયંકાએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવે છે તો દરેક પ્રચાર સામે આવે છે. અલગ અલગ પ્રચાર થાય છે. આવી પુસ્તિકા પણ આવે છે. તમામ ખોટી અને ગંદી વાતો લખવામાં આવે છે. આટલી હિમંત પણ નથી કે પોતાની પુસ્તિકા કોઈને આપી શકે. જે કહેવું છે સૌની સામે કહો. આમ છુપાઈને કેમ પુસ્તક ફેંકો છો. જો આપ જાહેરમાં નથી બોલી શકતા તો ચૂપ રહો.
બીજી બાજુ આ મુદ્દાનો સીધો જવાબ ના આપતા ભાજપના નેતા અરૂણ જેટલીએ કહ્યું કે અમે અમેઠીમાં મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે. અમે તેઓને જીતાડવાને માટે દરે શક્ય પ્રયત્ન કરીશ. હાઈ પ્રોફાઈલ પરિવારના પુત્ર – પુત્રી કેટલીક વાર ત્યાંથી જીતી ચૂક્યા છે અને હવે અમે ઈચ્છીએ છીએ કે બીજી પુત્રી પણ જીતે.
PK
Reader's Feedback: