કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે ગુજરાતનાં વલસાડમાં સભા સંબોંધતા ભાજપનાં પીએમ પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. સોનિયા ગાંધીએ ગુજરાતનાં વિકાસ મૉડલ પર સવાલ ઉઠાવતા મતદારોને કહ્યુ કે એવી શક્તિઓને ન જીતાડો, જેમની વિચારધારા કટ્ટર અને ધૃણા પર આધારિત છે.
મોદી પર સામાન્ય લોકો માટે નહીં, પરંતુ માત્ર પોતાની ખુરશી માટે ચિંતિત હોવાનો આક્ષેપ કરતા સોનિયાએ કહ્યુ કે અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા બાળકો સૌથી વધુ ગુજરાતમાં છે. વધુમા તેમણે કહ્યુ કે ગુજરાતમાં એવા પરિવારને ગરીબ નથી માનવામાં આવતો, જેમની આવક 11 રૂપિયા કરતા વધુ છે.
સોનિયા ગાંધીએ કહ્યુ કે આ ચૂંટણી બે વિચારધારા વચ્ચે લડાઇ રહી છે. સોનિયાએ મતદારોને અપિલ કરી કે ધૃણા, સંકીર્ણતા અને ભેદભાવ જેવા કટ્ટરપંથી વિચારોના વેગ આપનારી તાકાતને દૂર રાખો.
DP
Reader's Feedback: