
નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાર કરી રહ્યા છે. આજે મોદીએ દક્ષીણ ગુજરાતમાં અનેક સ્થળોએ પ્રચાર કર્યો હતો. દક્ષીણ ગુજરાતમાં બારડોલી, નવસારી અને વલસાડ માટે અનાવર ગામ અને બાદ દમણ અને સેલવાસ ખાતે સભા સંબોધી હતી.
મોદીએ કહ્યુ કે અત્યાર સુધી માં-બેટાનું રજવાડું ચાલતુ હતું પણ ચ્હા વાળાએ તેમના નાકે દમ લાવી દીધો છે. ચૂંટણીને આડે હવે માંડ ત્રણ દિવસ બાકી રહ્યા હોઈ અહિં વલસાડ-નવસારી તથા બારડોલી બેઠક માટે સંયુક્ત સભાનું આયોજન થયું હતું. હજારોની મેદનીને સંબોંધતા મોદીએ કહ્યું હતું કે આ વખતે રાજ્યમાં કોંગ્રેસનું ખાતુ ખુલશે નહિં. કોંગ્રેસની સરકારને મા-બેટાની સરકાર તરીકે સંબોધતા મોદીએ કહ્યુ કે માં-બેટાનું રજવાડું ચાલતું હોય તેમ આ સરકાર ચાલે છે. અને ચ્હા વેચવાવાળાએ કોંગ્રેસને નાકે દમ લાવી દીધો છે, તેમ કહેતાની સાથે જ લોકોએ જોરશોર મોદી સરકારના નારા લગાવ્યા હતા.
તાજેતરમાં સ્થાનિક કક્ષાએ નવસારી ખાતે અનેક સુગર મીલ્સને મળેલી ઇનકમ ટેક્સ વિભાગની નોટીસોનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ શેરડીમાંથી રસ કાઢવાના બદલે ખેડુતોને પીલી લોહી કાઢી રહી છે. જો કે 40 ડીગ્રી તાપમાં બેઠેલા શ્રોતાજનોને પાણીની બોટલ લઈ જવાની મનાઈ હોઈ શ્રોતાજનોએ ગરમીમાં ભારે હાલાકી ભોગવી હતી.
અનાવર ગામમાં માનવ મહેરામણને સંબોધ્યા બાદ મોદી સેલવાસની સભામાં મોદીએ કહ્યુ કે આજે હું મારા મારા માટે વોટ માંગવા આવ્યો છું. આપણે દેશને મા-બેટાનાં શાસનમાંથી મુક્ત કરવાનું છે. મોદીએ કહ્યુ કે મને વોટ આપો તો હું તમારી વધુ સેવા કરી શકીશ, તથા દમણનો પણ ગુજરાતની માફક વિકાસ થશે.
DP
Reader's Feedback: