
ગ્રેટર નોયડાની એક ખાનગી કૉલેજનાં હૉસ્ટેલમાં 3 કાશ્મીરી વિદ્યાર્થીઓને મારવાનો અને પાકિસ્તાની વિરોધી નારા લગાવવાનો મામલો સામે આવ્યો છે. કાશ્મીર વિદ્યાર્થીઓએ કહ્યુ કે તેમને ભારત માતા કી જય અને પાકિસ્તાન વિરોધી નારા લગાવવા કહેવામાં આવ્યુ. અને એમ ન કરતા તેમને માર મારવામાં આવ્યો.
જો કે કૉલેજ પ્રસાશને કહ્યુ કે આ વિદ્યાર્થીઓ વચ્ચનો સામાન્ય ઝઘડો છે. કોઇ જાતિવાદી ઝઘડો નથી.
આ ઘટના પર જમ્મૂ-કાશ્મીરનાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ કે જો યૂનિવર્સિટી અને રાજ્ય સરકાર કાશ્મીરનાં વિદ્યાર્થીઓને સુરક્ષા નથી આપી શકતી, તો તેઓ પોતાની નિષ્ફળતા અથવા તો અનિચ્છાનો સ્વીકાર કરે.
જ્યારે આ મામલે યૂપીનાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યુ કે આ બાબતે મને જે પણ જાણકારી મળશે, તેની નોંધ લઇશ. એનસીપી નેતા તારિક અનવરે કહ્યુ કે જે પણ આવુ કરી રહ્યા છે, તે રાજદ્રોહી છે. તેઓ ઇચ્છે છે કે કાશ્મીરમાં ભારત વિરોધી માહોલ બને. સરકારે કાર્યવાહી કરવી જોઇએ.
DP
Reader's Feedback: