
દિયા ઔર બાતી, મહાદેવ , અદાલત, જસ્સી જૈસી કોઈ નહીં જેવી વિવિધ સિરિયલથી જાણીતી બનેલી માનિની મિશ્રા સીઆઇડીની રફ એન્ડ ટફ સોનાલી બરવે તરીકે તેના ચાહકોમાં લોકપ્રિય છે. ઉલ્લેખનીય છે કે માનિની દિયા ઔર બાતીમાં પોલીસ અધિકારીનું સક્ષમ પાત્ર ભજવી રહી છે. મોટા ભાગે નકારાત્મક તથા મજબૂત ભૂમિકા કરવા માટે જાણીતી માનિની મિશ્રાએ પોતાની સિરિયલ દિયા ઔર બાતીના પ્રમોશન દરમિયાન અમદાવાદની મુલાકાતમાં જણાવ્યું હતું કે જો હું એક્ટર ન બની હોત તો જરૂર માનસશાસ્ત્રી બની હોત. માનિનીએ આવી ઘણી જાણીઅજાણીવાતો જીજીએન સાથે વહેંચી હતી.
- માનિની હંમેશાં નકારાત્મક પાત્ર શા માટે ભજવે છે ?
સાચું કહું તો મને સાસ બહુ ટાઇપ પાત્ર ભજવવા ગમતા જ નથી! અને ડિરેકટર્સ કહે છે કે મારો ચહેરો જ એટલો મજબૂત છે કે હું નરમાશ વાળી ભૂમિકામાં સારી ન લાગું. એેક્ટર તરીકે તો હું સારી ખરાબ કોઈ પણ એક્ટિંગ કરી શકું. પરંતુ અત્યાર સુધઈ તો માટો ભાગે મંે નેગેટિવ ભૂમિકાથી જ લોકપ્રિયતા ભેગી કરી છે.
- ટેલિવૂડમાં આવવાનું કેવી રીતે બન્યું , પહેલેથી જ આ ક્ષેત્રમાં આવવા માંગતા હતા?
ના... ના બિલકુલ નહીં. હું તો સાયકોલોજિસ્ટ બનાવ માંગતી હતી. પણ મારી જિંદગીમાં ઘણી બધી નાટકિય ઘટનાઓ બને છે તેમાંનું આ એક કે હું એક્ટિંગમાં આવી. હું તો એકટ્રેસ બનાવ માંગતી જ નહોતી. એક બુટિકમાં મને એખ કોરિયોગ્રાફર મળ્યા તેમણે મને જોઈ અને કહ્યું કે, તમે મિસ દિલ્લી માટેનું ઓડિશન તો આપો.. મને નવાઈ લાગી પણ કોરિયોગ્રાફરને મારામાં એવું કંઇક લાગ્યું હશે એટલે એણે મને સલાહ આપી. મેં ફોર્મ ભર્યું, પરંતુ તમે માનશો ઓડિશનમાં હું ૪૫ મિનિટ મોડી હતી. ત્યાં બીજી ઘણી યુવતીઓ હતી, મેં એક સવાલનો જવાબ ખૂબ સરસ રીતે આપ્યો અને હું મિસ દિલ્લી બની ગઈ બસ ૧૯૯૪ની એ સાલથી પછી સતત મારું કામ ચાલવા લાગ્યું.
- કોમેડી ભૂમિકા કરવાની ઓફર મળે તો?!
ચોક્કસ કરું. મને કોમેડી પાત્ર ભજવવું ખૂબ ગમે છે.
- સફળતા માટે કઈ બાબત અગત્યની લાગે છે?
હું ચાર બાબતોને અગ્રતાક્રમમાં મૂકું છું. ઓનેસ્ટી(પ્રામાણિકતા), ડેડિકેશન(સમર્પણ), પેશન(જુસ્સો) અને ડિસિપ્લિન(શિસ્ત). રૂાટલી બાબતોને ધ્યાનમાં રાખો તો તમે ક્યાંય પણ સફળ થઈ શકો છો.
- ઘર અને શૂટિંગ બંનેની જવાબદારી કેવી રીતે નિભાવો છો?
હું કયારેય બેસ્ટ મમ્મી, બેસ્ટ વાઇફ કે સુપર વુમન બનાવાનો પ્રયત્ન નથી કરતી. મોટા ભાગની સ્ત્રીઓ આવા બિરૂદ મેળવવામાં જ વધારે પડતી ખેેંચાઈ જાય છે. દરેક કામને લેબર ઓફ લવ સમજીનેકામ કરીએ એને પ્રાથમિકતાઓ સમજીએ તો દરેક કામ સરળતાથી મેનેજ કરી શકાય છે. આ રીતે કામ કરવાથી મને કોઈ મુશ્કેલી પડતી નથી.
MP/PK
Reader's Feedback: