
ચૂંટણી સમયમાં નિવેદનબાજીની વચ્ચે કોંગ્રેસે હવે ગુજરાતમાં મહિલા જાસૂસી કાંડનો મુદ્દો ચગાવ્યો છે. કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલે મોદી પર નિશાનો સાધતા કહ્યું કે મહિલા જાસૂસી પ્રકરણની તપાસથી ભાજપ ગભરાઈ ગઈ છે. સિબ્બલના જણાવ્યા મુજબ ભાજપના નેતાએ એવું કેમ કહી રહ્યા છે કે કોઈ જ્જ મહિલા જાસૂસી પ્રકરણની તપાસ ના કરે.
સિબ્બલનો દાવો છે કે જો તપાસ થઈ અને ભાજપના પીએમ પદના ઉમેદવાર મોદીનો ભેદ ખુલી જશે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા અરૂણ જેટલીએ અપીલ કરી હતી કે કોઈ જ્જ આ કેસની તપાસ ના કરે. જેટલીએ કહ્યું હતું કે હું આશા રાખું છું કે ન્યાયનું સમ્માનને માટે કોઈ જ્જ આ તપાસ પંચને લેવા માટે રાજી ના થાય.
ચૂંટણી હવે અંતિમ તબક્કા તરફ વળી રહી છે એવામાં કોંગ્રેસ છેલ્લો વાર કરવા ઈચ્છે છે. અને તેઓ પૂરો પ્રયત્ન કરી રહી છે કે જાસૂસી કાંડની તપાસ જલ્દીથી જલ્દી થાય. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મહિલા આર્કિટેકની જાસૂસીના કેસમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તેમના ખાસ ગણાતા અમિત શાહનું નામ જોડાયેલુંછે.
PK
Reader's Feedback: