
ચૂંટણી પંચે શનિવારે કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં પોતાના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આગામી સેના પ્રમુખની નિયુક્તિના મુદ્દા પર વિચાર કરશે. એક વરિષ્ઠ આયોગ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રક્ષા મંત્રાલયે અમારી પાસે સલાહ માગી છે. અને આ મુદ્દો વિચારાધીન છે.
જો કે, તેમનું કહેવું છે કે, અત્યાર સુધી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. અધિકારીએ કહ્યું કે આ મુદ્દો અત્યાર સુધી પૂર્ણ પંચના એજન્ડામાં રજૂ નથી કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે બેઠક સોમવારે કે મંગળવારે થઈ શકે છે, જેમાંથી આ મુદ્દા પર વિચાર કરવામાં આવશે.
ચૂંટણી પંચે 27મી માર્ચે આપેલા પોતાના આદેશના બાબતમાં આ મુદ્દા પર વિચાર કરશે. જેમાં કહેવામાં આવ્યું હતું કે જાહેર ચૂંટણીમાં અ ભવિષ્યમાં ચૂંટણીમાં પણ લશ્કરી દળોને સંકળાયેલ નિમણૂંકો, પ્રમોશન, ખરીદી આદર્શ ચૂંટણી આચર સંહિતાની અંદર નથી આવતી.
ભાજપે સેના પ્રમુખની નિમણૂંક પ્રક્રિયા શરૂ કરવા પર વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે સરકાર આ મામલામાં ઉતાવળ કરી રહી છે. આગામી સેના પ્રમુખની નિમણૂંક પર ભાજપના સખ્ત વિરોધની વચ્ચે સરકારે એવું કહેતા આ મામલામાં ચૂંટણી પંચની પાસે સલાહ માંગી છે કે પંચની મંજૂરી મળ્યા પછી આની પર કોઈ નિર્ણય કરવામાં આવશે.
રક્ષા મંત્રી એક એન્ટોનીથી જ્યારે ગત સેના પ્રમુખની નિમણૂંક બાબતે પૂછવામાં આવ્યું હતું, તો તેમણે જવાબ આપ્યો હતો, કેસ ચૂંટણી પંચ સમક્ષ છે. અમે આ મુદ્દા પર કોઈ અંતિમ નિર્ણય કરતા પહેલા તમામ પ્રક્રિયાઓ પર કડક અમલ કરવા ઈચ્છીએ છીએ.
ચૂંટણી પંચે 27મી માર્ચના આદેશ છતાંય સેના પ્રમુખની નિમણૂંકના મુદ્દા પર પંચની સલાહ લીધા પછીની બાબતે મંત્રાલયના ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે આવા મામલો મહત્વનો છે. અને આ અનુભવ કરવામાં આવ્યો છે કે આગળ વધ્યા પહેલા બધા જ સંબંધિત અધિકારીઓથી મંજૂરી લેવામાં આવવી જોઈએ. ભાજપ આનો વિરોધ કરી રહી છે અને તેમની દલીલ છે કે આ બાબત આગામી સરકાર પર છોડી દેવી જોઈએ.
સેનાના ઉપપ્રમુખ લેફન્ટન્ટ જનરલ દલબીર સિંહ સુહાગ સેના પ્રમુખના આ ટોચ પરની નિમણૂંકમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. હાલના સેના પ્રમુખ જનરલ બિક્રમ સિંહ દરેક વર્ષે 31 જુલાઈએ રિટાયર્ડ થશે.
PK
Reader's Feedback: