Home» India» India Politics» Modi shows party symbol after voting election commission orders action

નરેન્દ્ર મોદી સામે એફઆઈઆર દાખલ

Agencies | May 01, 2014, 12:16 PM IST

નવી દિલ્હી :

ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં સાતમાં તબક્કાના  મતદાન દરમ્યાન કમળનું નિશાન દેખાડવા પર મોદીના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.  આ ઘટના પછી કોંગ્રેસે આ કેસને આગળ લઈ જવાની વાત કહી છે. કોંગ્રેસનું કહેવું છે કે જો મોદી વડોદરાથી ચૂંટણી જીતે છે તો મોદીની ઉમેદવારી રદ કરવાને માટે તેઓ કોર્ટમાં જાય તેવી શક્યતા છે.

કેસ દાખલ થયા પછી નરેન્દ્ર મોદીએ જવાબ આપતા કહ્યું કે આ મામલામાં કોંગ્રેસની હતાશા જાહેર થાય છે. મોદીએ કહ્યું કે આ વાતથી તેઓને પ્રોબ્લેમ છે કે એક ચા વાળો તેમને પડકાર આપી રહ્યો છે. મોદીએ આંધ્ર પ્રદેશનાં તિરુપતિમાં જનસભાને સંબોંધિત કરતા કહ્યુ કે તેમના વિરુધ્ધ ક્યારેય કોઇ ફરિયાદ દાખલ થઇ નથી. મોદીએ કહ્યુ કે હું 30 એપ્રિલનો દિવસ ક્યારેય નહી ભુલુ. કોઇ ચપ્પુ, પિસ્તોલ કે બંદૂક બતાવે તે વાત સમજાય એવી છે. પણ તેમને ખબર છે મારી વિરુધ્ધ ફરિયાદ કેમ નોંધાવવામાં આવી, કેમ કે મે લોકોને કમળનું ફૂલ બતાવ્યુ.


ઉલ્લેખનીય છે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલામાં એફઈઆઈઆર દાખલ કરવામાં આવી. બુધવારે ગુજરાતમાં પોતાનો મત આપ્યા પછી નરેન્દ્ર મોદીએ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન બતાવીને મીડિયાનું સંબોધન કર્યું હતું. કોંગ્રેસે આ બાબત વિરૂદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પંચે આ બાબતે તપાસ પછી ફરીયાદને સાચી માની. જો કે મોદીએ હમણાંની જ એક રેલીને સંબોધતા એવું કહ્યું કે મે ચિહ્ન દેખાડ્યું એમાં ખોટું શું છે. હકીકત તો એવી છે કે કોંગ્રેસ હવે ડરી ગઈ છે તેવો પ્રહાર કર્યો હતો.

PK/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %