
ભાજપ નેતા નિતિન ગડકરી પર આદર્શ સોસાયટીમાં બેનામી ફ્લેટ હોવાનો આરોપ લગાવનારા કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી ગડકરીની માફી માંગી છે. મનીષ તિવારીએ કહ્યુ કે તેમણે જે તે સમયે પ્રેસ કૉન્ફરન્સ કરીને આરોપ લગાવ્યા હતા, જે સાચા ન હતા, એટલે તેઓ બિનશરતી માફી માંગે છે.
ભાજપે કહ્યુ કે 10 નવેમ્બર 2010નાં રોજ કોંગ્રેસ પ્રવક્તા તરીકે મનીષ તિવારીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ભાજપનાં નેતા નિતિન ગડકરી પર આરોપ લગાવ્યો હતો કે, આદર્શ ફ્લેટમાં ગડકરીનો પણ બેનામી ફ્લેટ છે. જે બાદ ગડકરીએ મનીષ તિવારી વિરુધ્ધ માનહાનીનો કેસ કર્યો હતો.
આ મામલે તિવારીએ કોર્ટમાં કહ્યુ કે તેમણે જે આરોપ ગડકરી પર લગાવ્યા હતા, તે તથ્યો પર આધારિત ન હતા. તિવારીએ સ્વીકાર્યુ કે આ આરોપને કારણે ગડકરીને અસહજ પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો, અને તેઓ આ બાબતે બિનશરતી માફી માંગે છે. સાથે જે તિવારીએ ગડકરીને કોર્ટમાંથી પિટિશન પરત લેવાનો અનુરોધ કર્યો છે. જેનો સ્વીકાર કરતા નિતિન ગડકરીએ કેસ પરત લીધો છે.
DP
Reader's Feedback: