લોકસભાની ચૂંટણી પ્રચાર માટે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ ભાજપ સત્તા પર આવે તો ૬ માસમાં ૨૫ ટકા મોંઘવારી ઘટાડી દેવાની વાત કરી હતી. આ ઉપરાંત જો વિશ્વમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર માટે જો ઓલ્મ્પીક યોજાય તો કોંગ્રેસને ગોલ્ડ મેડલ મળે એમ જણાવી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
નવસારી લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરવા સુરત આવેલા નીતિન ગડકરીએ ડિંડોલીની જાહેરસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશ બરબાદીના કિનારે આવીને ઊભો છે. મોંઘવારી સાતમા આસમાન પર છે. મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારનો ઓલિમ્પિક યોજાય તો સોનિયા ગાંધી અને મનમોહનસિંહને ગોલ્ડ મેડલ મળે.
ગડકરીએ કહ્યુ કે દેશ ધનવાન છે, પરંતુ પ્રજા ગરીબ છે. કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓને કારણે દેશ બરબાદ થયો. દેશની બરબાદી માટે ભ્રષ્ટ સરકાર, નેતૃત્વહીન સરકાર, દિશાહીન આર્થિક નીતિઓ અને અનિર્ણાયકતા જવાબદાર છે. પંડિત નહેરુથી લઇને રાહુલ ગાંધી સુધીની પેઢી ગરીબી હટાવવાની વાત કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લાં ૬૭ વર્ષમાં માત્ર કોંગ્રેસના ચમચાઓની જ ગરીબી દૂર થઇ છે.
ભાજપના રાષ્ટ્રીય નેતા નીતિન ગડકરીએ વીસ મિનિટના પ્રવચનમાં કોંગ્રેસ પર આક્રમકતાથી પ્રહાર કરતા જણાવ્યું હતું કે પશુપતિથી તિરુપતિ સુધી નકસલવાદે માઝા મૂકી છે. કોંગ્રેસ લોકોને ગુમરાહ કરવા માટે જાતિવાદ અને કોમવાદનું ઝેર રોપી રહી છે. ગુજરાત કરતાં વધારે એન્કાઉન્ટર ઉત્તર પ્રદેશમાં થયા છે. ગુજરાત કરતાં વધારે કોમી તોફાનો મહારાષ્ટ્રમાં થયા છે. કોંગ્રેસ મતબેંકની રાજનીતિ માટે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી રહી છે. કોંગ્રેસ મુસ્લિમોના મનમાં ડર પેદા કરી રહી છે કે મોદી જીતશે તો મુસ્લિમોએ પાકિસ્તાન જવું પડશે એટલે પંજા પર મત આપો. ગુજરાતમાં કોઇ સમાજ પર અન્યાય થયો નથી.
CP/DP
Reader's Feedback: