
ફૈઝાબાદમાં ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીનાં મંચને લઇને વિવાદ સર્જાયો છે. મોદીની રેલી માટે જે મંચ બનાવવામા આવ્યો હતો, તેના પર ભગવાન રામ અને પ્રસ્તાવિત રામ મંદિરની તસવીર હતી.
રેલીમાં મોદીએ કહ્યુ કે ભગવાન રામની ધરતી પરથી રામ રાજ્ય લાવવાનો વિશ્વાસ આપુ છું. મોદીએ કહ્યુ કે ગાંધીજીએ પણ રામ રાજ્યના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યુ કે ભગવાન રામની પરંપરામાં વાયદાથી ફરી ન શકાય. પ્રાણ જાયે પર વચન ન જાય.
જો કે મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીર હોવા પર કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનું કહેવુ છે કે મોદીએ ચૂંટણીમાં ધાર્મિક ચિન્હોનો ઉપયોગ કર્યો છે. જે અંગે કોંગ્રેસ ચૂંટણી પંચને ફરિયાદ કરશે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે ભાજપ હંમેશા ચૂંટણીમાં રામ મંદિર મુદ્દાનો ઉપયોગ કરે છે.
બીજી તરફ ચૂંટણી પંચે મોદીની ફૈઝાબાદ રેલીનાં વિડીયો ફૂટેજ મંગાવ્યા છે.
DP
Reader's Feedback: