
નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રૂદ્રપુરમાં રાહુલના ગુસ્સા વાળા રાજનીતિ નિવેદન પર પલટવાર કરતાં જણાવ્યું હતું કે, ગુસ્સાની રાજનીતિ કોંગ્રેસ અને ખુદ રાહુલના પિતા અને મા એટલેકે રાજીવ અને સોનિયા કરતા આવ્યા છે. મોદીએ દાવો કર્યો હતો કે રાજીવ ગાંધી જ્યારે કોંગ્રેસના મહાસચિવ હતી ત્યારે તેમણે સૌની સામે આંધ્રના સીએમને અપમાનિત કર્યા હતા. જેના કારણે સીએમ રડી પડ્યા હતા. મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સીતારામ કેસરી અને આંધ્રની એક ઘટનાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની ગુસ્સા અને ધૃણાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમેઠીમાં ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ મોદી અને બીજેપી પર ગુસ્સા અને ગાળની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે, રાહુલ ભૈયા કહે છે કે અમે ગુસ્સાની રાજનીતિ કરીએ છીએ. આજે તેમની પુણ્ય ભૂમિ પર હું ખુલાસો કરું છું કે ગુસ્સાની રાજનીતિ કોણ કરે છે.
નરેન્દ્ર મોદીએ એક ઘટનાનો ઉલ્લેખ કરીને રાજીવ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે અનેક લોકોની સામે આંધ્ર પ્રદેશના સીએમનું અપમાન કર્યું હતું ત્યારે એરપોર્ટ પર સીએમ રડી પડ્યા હતા. મોદીએ ઉમેર્યું હતું કે રાજીવ ગાંધીને કોણે હક આપ્યો હતો કે લોકતાંત્રિક રૂપથી પસંદ કરવામાં આવેલા સીએમનું આ રીતે અપમાન કરી શકે.
સીતારામ કેસરીને કોંગ્રેસ અધ્યક્ષ પદથી હટાવવામાં આવ્યા તે અંગે સોનિયા ગાંધી પર નિશાન તાકતાં તેમણે જણાવ્યું હતું કે, સીતારામ કેસરી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા તે સમયે સોનિયાને આ પદ આપવા માટે સીતારામ કેસરીને ઉપાડીને ઓફિસની બહાર ફૂટપાથ પર ફેકી દેવામાં આવ્યા હતા.
આ બંને દૃષ્ટાંત દ્વારા મોદે રાહુલ પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, હવે તમે જ કહો કે ગુસ્સા અને નફરતની રાજનીતિ કોણ કરે છે.
MP
Reader's Feedback: