Home» Crime - Disaster» Crime» Digvijay amrita episode case enter for hacking of email accounts

દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ

Agencies | May 02, 2014, 11:42 AM IST

નવી દિલ્હી :

દિલ્હી પોલીસે ટીવી એન્કર અમૃતા રાયની પર્સનલ ઈમેલ એકાઉન્ટ હેક કરવા બાબતે એફઆઈઆર દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમનું ઈમેલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું અને તેમની છબી ખરાબ કરવાને માટે ખરાબ ઈરાદાને કારણે સોશ્યલ મીડિયા પર તસવીર પણ પોસ્ટ કરવામાં આવી.

પોલીસ અધિક્ષક રવિન્દ્ર યાદવે જણાવ્યું કે અમને અમૃતા રાયની એક ફરિયાદ મળી છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમનું ઈમેલ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું અને પ્રાઈવસીના કાયદાનું ઉલ્લંઘન કરવાના ઈરાદાથી વાંધાજનક તસવીર સોશ્યલ નેટવર્કીંગ સાઈટ પર મૂકવામાં આવી.

દિલ્હી પોલીસની અપરાધ શાખાએ એક ફરિયાદ મળવા પર આ સિલસિલામાં આઈટી એક્ટની ધારા 66એ અને આઈપીસીની ધારા 509 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમૃતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેમનું નકલી ફેસબુક અને ટવીટર એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %