
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે ગાંધી પરિવારનાં ગઢ અમેઠીમાં ચૂંટણી સભા સંબોંધી. મોદીએ રેલીને સંબોંધતા કહ્યુ કે અત્યાર સુધી મતદાતાઓએ 2 કામ કરી દીધા છે. પ્રથમ તો મા-બેટાની સરકાર ગઇ. અને બીજુ કામ નવી સરકાર માટે મજબૂત પાયો નાંખવાનું કર્યુ છે. અમેઠીની જનતાનું કામ છે, મજબૂત સરકાર બનાવવાનું.
પ્રિયંકા પર કટાક્ષ કરતા મોદીએ કહ્યુ કે લોકો એમ પૂછે છે કે આ સ્મૃતિ ઇરાની કોણ છે ? મોદીએ કહ્યુ હું બતાવુ છું. સ્મૃતિ ઇરાની મારી નાની બહેન છે. મોદીએ કહ્યુ કે લૂટવાવાળા કરતા માંગનારા મોટા હોય છે. અમે માંગવાવાળા છીએ, લૂટનારા નહી. મા-બેટાનાં ગુસ્સાનાં હું સમજી શકુ છું. મોદીએ કહ્યુ કે સોનિયા ગાંધીએ મને અત્યારથી વડાપ્રધાન માન્યો છે, જે અંગે હું એટલુ જ કહીશ કે તેમના મોં મા ઘી – શક્કર.
મોદીએ કહ્યુ કે હવે કેન્દ્રમાં ભાજપની સરકાર બનવાથી કોઇ રોકી નહી શકે. અમેઠીમાં જો ભાજપ જીતશે, તો તે જિલ્લામાં એવો બદલાવ લાવશે કે દુનિયાનાં લોકો કેસ સ્ટડી કરવા માટે આવશે. મોદીએ સવાલ કર્યો કે જે લોકો ગુજરાતનાં વિકાસ પર સવાલ ઉઠાવે છે, શું તેમણે અમેઠીની હાલત જોઇ છે ?
મોદીએ ભૂતકાળનાં પ્રસંગોને વર્ણવતા કહ્યુ કે રાજીવ ગાંધી જ્યારે કોંગ્રેસ ઉપાધ્યાક્ષ હતા, ત્યારે તેઓ હૈદરાબાદ ગયા હતા. જ્યાં એરપોર્ટ પર તેમને લેવા માટે આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી આવ્યા હતા. અને ન જાણે કયા કારણોસર રાજીવ ગાંધીનો ગુસ્સો ભડક્યો અને તેમણે સીએમનો એરપોર્ટ પર લોકોની વચ્ચે અપમાનીત કર્યા, અને સીએમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આ રીતે સોનિયા કઇ રીતે ગુસ્સાની રાજનીતિ કરે છે, તે જણાવુ છું, મોદીએ કહ્યુ કે સીતારામ કેસરી કોંગ્રેસ અધ્યક્ષ હતા. અને તેમનો ગુનો એ હતો કે તે પછાત વર્ગમાંથી આવતા હતા. મેડમનો ગુસ્સા સાતમા આસમાને હતો. અને સીતારામ કેસરીને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાતનાં અંધારામાં કોંગ્રેસનાં લોકોએ સીતારામ કેસરીને ઉઠાવીને સડક પર ફેંકી દીધા હતા. આ રીતે રાહુલ ગાંધીએ કૈબિનેટનો નિર્ણય ફાડીને પીએમની પાઘડી ઉછાળી. સોનિયા ગાંધીએ પૂર્વ પીએમ નરસિમ્હા રાવને દિલ્હીમાં અંતિમ સંસ્કાર માટે 2 ગજ જમીન આપવાનો ઇનકાર કર્યો હતો.
DP
Reader's Feedback: