
વારાણસીમાં નરેન્દ્ર મોદી વિરુધ્ધ ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલને જેડીયુ પાર્ટીએ સમર્થનની જાહેરાત કરી છે. જેડીયૂએ નિર્ણય કર્યો છે કે તે વારાણસીમાં અરવિંદ કેજરીવાલ માટે પ્રચાર કરશે. જેડીયુ નેતા કે.સી.ત્યાગીએ કહ્યુ કે મોદીને રોકવા માટે પાર્ટીએ આ નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે ભાજપ અને જેડીયુનાં સંબંધો ત્યારે જ તૂટ્યા હતા, જ્યારે ભાજપે મોદીને વડાપ્રધાન પદનાં ઉમેદવાર બનાવ્યા. બિહારમાં નિતીશકુમારની સરકારે આ બાબતને લઇને ભાજપ સાથે ગઠબંધન તોડ્યુ હતુ.
DP
Reader's Feedback: