Home »Horoscope

સાપ્તાહિક રાશિફળ: ના સૌજન્યથી : તા. 4 એપ્રિલથી તા. 10 મે 2014

મેષ (અ.લ.ઇ)

મેષ (અ.લ.ઇ)

આ સપ્તાહમાં વ્યવસાયને અનુલક્ષીને વાત કરીએ તો જુના અને વિલંબમાં પડેલા કામોનો નિકાલ આવે. ધંધા-રોજગારીની નવી તકો આપ શોધશો તેમજ વર્તમાન કાર્યોમાં વિસ્તરણ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરો. વ્યવસાય અર્થે આપ પ્રવાસ કરો તેવી પણ શક્યતાઓ છે. દરેક પ્રકારનાં કાર્યોમાં તમે તમારી વિદ્વતા બતાવશો. મહદ અંશે આ સપ્તાહ આપના માટે સફળતા અને લાંબા સમયથી ચાલી આવતી ચિંતાનો અંત લાવવારું પુરવાર થશે. ધ્યાનપૂર્વક આગળ વધશો તો પ્રગતિના પંથે આગળ વધતા આપને કોઈ નહીં અટકાવે. આપ અવસરોને ઓળખીને વધારે મહેનત કરશો તો આગામી સમયમાં આપને તેના મીઠાફળ મળશે. આથી જ ગણેશજી આપને તકનો લાભ લેવાની સલાહ આપે છે.

વૃષભ (બ.વ.ઉ)

વૃષભ (બ.વ.ઉ)

આ સપ્તાહથી એક મહિના સુધી આપની બુદ્ધિ, વિચારો અને હૃદય વચ્ચે એક સંઘર્ષપૂર્ણ માહોલ સર્જશે. વેપારને અનુલક્ષીને આપની મુલાકાત નવા મિત્રો કે લોકો સાથે થશે. ગણેશજીની કૃપાથી આર્થિક, વ્યવસાયિક અને ધન લાભ માટેના લાંબા ગાળાના આયોજનો કરી શકશો. આપ વિસ્તરણ કે નવા બિઝનેસ અંગે પણ ગંભીરતાપૂર્વક વિચારી શકો છો. આપની વાણીમાં મીઠાશ આવશે જેથી અજાણ્યા લોકો સાથે વાણીની મીઠાશથી આપ મધુરતાપૂર્ણ સંબંધો સ્થાપી શકશો અને તે સંબંધો આગામી સમયમાં લાભદાયી પૂરવાર થઈ શકે છે. સપ્તાહના મધ્ય અને અંતિમ ભાગમાં આપને એક વિચિત્ર પ્રકારની લાગણીનો અહેસાસ થશે. આ સમય દરમિયાન પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવાનો આપ પ્રયાસ કરશો.

મિથુન (ક.છ.ઘ)

મિથુન (ક.છ.ઘ)

આ સપ્તાહમાં આપ લાંબાગાળનું મુડી રોકાણ કરી શકશો. આપનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. આપનાં કાર્યો ધારણા પ્રમાણે પાર પડશે અને અટવાયેલા કાર્યોનો નિકાલ આવશે. નાણાંકીય લાભની શક્યતા પણ ગણેશજી જોઈ રહ્યા છે. પરિવાર, મિત્રો અને સ્નેહીજનો સાથે આપ સામાજિક મિલનોમાં વ્યસ્ત રહેશે. વ્યવસાયમાં આપ નવી વિચારસરણીનો અમલ કરશો. ઉઘરાણીની દોડધામ વધી જશે તેમજ પ્રવાસ દરમિયાન નવા સંપર્કો પણ થઈ શકે છે. અત્યારનો સમય કદાચ સંતાનો મામલે આપને ચિંતા કરાવે અને મનોમન કદાચ આપ આનંદમાં ન હોવ તેવું બની શકે છે. સપ્તાહનો અંત આવે ત્યાં સુધીમાં આપ અધુરા અને વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો.

કર્ક (હ.ડ)

કર્ક (હ.ડ)

આ સપ્તાહમાં તમે રોજિંદા કામથી હટીને કંઈક નવું અને તમને ગમતું હોય તેવું કામ કરજો જેથી જીવનનો આનંદ જળવાઈ રહે. આપને મનમાં કોઈક ક્રાંતિકારી વિચારો આવી શકે છે પરંતુ તમે જોડતોડમાં ન પડતા કારણ કે આમ કરવાથી છેવટે તો કાર્ય બગડે છે. આપની કાર્યક્ષમતામાં વધારો થશે. કારકિર્દી અને ભવિષ્યને લગતી ચિંતાઓ આપના મનને ઘણા સમયથી કોરી ખાય છે તેમાં અમુક અંશે ઉકેલ આવશે. આ સમયમાં આપ લોકો પર આંધળો વિશ્વાસ મુકી શકો છો માટે ગણેશજી આપને સાવધની પૂર્વક આગળ વધવાની ટકોર કરી રહ્યા છે. આપ પોતાની કામની પ્રાથમિકતા નક્કી કરી તે અનુસાર કાર્ય કરશો તો ફાયદામાં રહેશો.

સિંહ (મ.ટ)

સિંહ (મ.ટ)

આ સમયમાં આપને ધંધામાં લાભ થાય તેમજ વ્યવસાયમાં નવી ઓળખાણ થાય. જો આપ નવું વાહન ખરીદવાનું વિચારતા હશો તે ગણેશજી આપને અહીં સપોર્ટ કરવા માટે તૈયાર છે. મજાની વાત એ છે કે, છેવટે તમે ઘરમાં રિનોવેશનનું કામ તો કરાવશો જ. આપનો આત્મવિશ્વાસ અને પ્રભાવમાં નવા રંગ ઉમેરાશે અને નવા-નવા ઉપાયો સૂઝશે. આ સમયમાં આપનો મિજાજ અને રંગ જુદો જ હશે. આમ તો આપને મજા આવશે પણ ખર્ચા પર કાબુ નહીં રાખો તો બજેટ કરતા વધારે ખર્ચો કરતા આપને કદાચ ગણેશજી પણ નહીં રોકી શકે. તમને કદાચ અવસરો પણ સારા મળશે અને સાચી દિશામાં લીધેલું સાચું પગલું જીવનમાં ઘણા બધા કામ આસાન કરી નાખશે.

 કન્યા (પ.ઠ.ણ)

કન્યા (પ.ઠ.ણ)

આ સપ્તાહમાં એવી કોઇ બાબત નહીં હોય જેમાં તમે મહેનત કરો અને તમારી પહોંચની બહાર હોય. વર્તમાન ગ્રહદશા તમને ઘણી ઉતાવળ કરાવશે, એટલે તમે થોડા ધીમે- ધીમે આગળ વધો તેવું ગણેશજી કહેવા માગે છે. નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના સાકાર કરવા માટેનો સમય પાકી ગયો છે. પરંતુ આપે આપના વિચારો, પ્રાથમિકતાઓ અને યોજનાઓને ફરીથી બારીકાઇથી તપાસી આગળ વધો તે જરૂરી છે અન્યથા ક્યાંક કાચુ કપાઈ જશે તો છેવટે નુકસાન આપે જ ભોગવવું પડશે. નોકરિયાત વર્ગ પર ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી ૫દોન્‍નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. જોકે, સપ્તાહના મધ્યમાં તબિયત થોડીક નરમગરમ રહેશે. બોલવામાં તકેદારી રાખવી.

તુલા (ર.ત)

તુલા (ર.ત)

ગણેશજી જણાવે છે સપ્તાહની શરૂઆતમાં આપનામાં આધ્યાત્મિક વૃત્તિ વધારે જોવા મળશે. ઈશ્વરભક્તિમાં આપનું મન પરોવાયેલું રહેશે. આપ કલ્પનાઓની દુનિયામાં રહેશો. પિતા સાથે મનમેળ સારો રહેશે. જમીન મિલકતના દસ્‍તાવેજો કરી શકાય. આ૫ની શારીરિક અને માનસિક સુખાકારી જળવાશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આ૫ ઉત્‍સાહથી કામ કરશો. ૫રિવારમાં પુત્ર અને ૫ત્‍ની તરફથી લાભ થાય. સપ્તાહનો મધ્ય ભાગ આર્થિક ઉન્નતિ અને પ્રોફેશનલ પ્રગતિ માટે સારો છે. લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિ આપના પર રહેશે. વેપારક્ષેત્રે નવા સં૫ર્કો અને ઓળખાણોથી લાભ થાય. સપ્તાહના અંતમાં આ૫નું મન વિચારોમાં અટવાયેલું રહે. જેથી મનની દૃઢતા ઓછી હોય. મિત્રવર્તુળ વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી આ૫ને લાભ મળશે.

વૃશ્ચિક (ન.ય)

વૃશ્ચિક (ન.ય)

સપ્તાહના પ્રારંભમાં આપની તંદુરસ્‍તી સાચવવાની સલાહ આપતા ગણેશજી કહે છે કે શરદી, ખાંસી, દમ અને પેટના દર્દો ૫રેશાની કરે તેવી શક્યતા છે. શારીરિક સાથે માનસિક અસ્‍વસ્‍થતા રહેતાં અજંપાનો અનુભવ થાય. વિચારોમાં ગડમથલના કારણે આપ કોઈ નિર્ણય પર નહીં આવી શકો. આપની તર્ક શક્તિ જરૂર કરતા વધારે કામ કરતી હોય તેવું લાગશે. આવા સમયે જેટલા વ્યવહારુ બનશો એટલા ફાયદામાં રહેશે. નાણાકીય ખેંચતાણ ટાળવા માટે કાયદા વિરુદ્ધના શોર્ટકટ ન અપનાવવા. નોકરી- વ્‍યવસાયમાં સહેજ પણ ગાફેલિયત કે શરતચુક આ સમયમાં કોઈપણ સંજોગોમાં ક્ષમ્ય નથી. સંતાનો સાથે મતભેદની શક્યતાઓ પણ પ્રબળ છે. જોકે, સપ્તાહના ઉત્તરાર્ધમાં આપને થોડી રાહત થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)

ધન (ભ.ધ.ફ.ઢ)

તારીખ ૬ અને ૭ને બાદ કરતા એકંદરે આ સપ્તાહમાં આપ પારિવારિક અને ખાસ કરીને દાંપત્યસુખ સારી રીતે માણી શકો છો. આપનું વિજાતિય આકર્ષણ વિશેષ રહેશે. આપનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે. આપનાં કાર્યો ધારણા પ્રમાણે પાર પડશે અને અટવાયેલા કાર્યોનો નિકાલ આવશે જેના કારણે આપનો આત્મવિશ્વાસ વધશે. નાણાંકીય લાભની શક્યતા પણ ગણેશજી જોઈ રહ્યા છે. જોકે રોકાણ માટે હાલમાં થોભો અને રાહ જુઓની નિતિ અપનાવવી જરૂરી છે. ખાસ કરીને સટ્ટાકીય પ્રવૃત્તિઓ અથવા શેરબજારમાં બીજાના કહેવાથી આંધળુ સાહસ ન કરવું. સંતાનો સાથે વ્યવહારમાં આપ સંયમ અને ધીરજ જાળવો તે અતિ આવશ્યક છે. વિદેશગમન ઈચ્છતા જાતકોને થોડા વિપરિત સંજોગોનો સામનો કરવો પડે.

મકર (ખ.જ)

મકર (ખ.જ)

સમયનો સદુપયોગ કરવો એ આપનો આ સપ્તાહનો મુળ હેતુ રહેશે. શરૂઆતમાં આપે સ્વાસ્થ્ય મામલે થોડું સાચવવાનું છે. નોકરી કરતા જાતકો પોતાનું કૌશલ્ય અમે મેનેજમેન્ટ કળા બતાવીને ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરી શકો છો. હરીફો આપની કમજોરીનો ફાયદો ન ઉઠાવે તે જોવાનું રહેશે. સપ્તાહમાં આગળ જતા વ્યવસાયમાં ભાગીદારીના કામકાજમાં આપ સારી સફળતા મેળવી શકો છો. વાણીની મીઠાશ આપનાં કાર્યોમાં રંગ લાવશે. ગૃહસ્થ જીવનમાં ઉત્તમ દાંપત્યસુખના પ્રબળ યોગ છે. આપનું વિજાતિય આકર્ષણ ઘણું વધારે રહેશે. આપની રચનાત્મકતા અને કાર્યક્ષમતા બંને સુધરશે. સપ્તાહના અંતમાં ભવિષ્યને લગતી ચિંતા સાથે પ્લાનિંગ કરતા ગણેશજી આપને જોઈ રહ્યા છે. આકસ્મિક ધન મળવાની શક્યતા પણ છે.

કુંભ (ગ.સ.શ.ષ)

કુંભ (ગ.સ.શ.ષ)

ગણેશજી કહે છે કે વર્તમાન સમયમાં આ૫ને કાર્યોમાં સફળતા મળશે અને યશ કીર્તિ પ્રાપ્‍ત થશે. આર્થિક ઉન્નતિના કારણે આપની સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. નોકરિયાત વર્ગને ઉપરીઓ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની કે નવા વિચારો પ્રગટ કરવાની ઉત્તમ તક મળશે. આપ જો આ તકનો યોગ્ય લાભ લેશો તો આગામી સમયમાં તેનાથી આર્થિક વળતર પણ ચોક્કસ મેળવી શકશો. જો આપ લાંબાગાળાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો મરીન કે ઈલેક્ટ્રિક પ્રોડક્ટ, બાંધકામ સંબંધિત ચીજો,કોમ્પ્રેસર,પમ્પિંગ સાધનો, એન્જીનિયરિંગ અને હેવી સાધનો, ટાયરને લગતા વ્યવસાયમાં રોકાણ કરવું જોઈએ. દાંપત્યસુખ પણ સારું મળવાની સંભાવના છે.

મીન (દ.ચ.ઝ.થ)

મીન (દ.ચ.ઝ.થ)

આ સપ્તાહે આપ નવાં વસ્ત્રો ખરીદવા પ્રેરાશો, વોટરપાર્કમાં જશો, રત્નો, ચાંદી કે જ્વેલરીની ખરીદી કરશો. સાથે સાથે સુખ સ્થાનમાં બુધની રાશિમાં ચંદ્ર અને ગુરુનું મિલન થતા આપનાં મનમાં ક્યાંક બુદ્ધિ અને તર્કનો ટકરાવ પણ થઈ શકે છે. જોકે બહુ ચિંતાની જરૂર નથી. વિદ્યાર્થીવર્ગ માટે અભ્યાસમાં સાનુકૂળતાનો સમય છે પરંતુ જો મહેનત નહીં કરો તો ગણેશજી પણ સાથ આપવાની ચોખ્ખી ના પાડી દેશે. ઉપરાંત આપ નવાં સાહસોની યોજનાઓ ઘડી શકો છો. સપ્તાહનાં અંતિમ ચરણમાં નોકરિયાતવર્ગને સરળતા રહેશે. કામનું ભારણ આપનાં સ્વાસ્થ્ય પર અસર ન કરે તે માટે ખાટી વસ્તુઓ ખાવા-પીવા પર અંકુશ રાખવો, આરામમાં ધ્યાન આપવું.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %