
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા અને ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહે અખિલેશ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમિત શાહનો દાવો છે કે પોતે અખિલેશ સરકાર બૂથ કેપ્ચરિંગમાં સામેલ છે અને નકલી મત કરાવે છે. અમિત શાહે ચૂંટણી પંચને મતદાન કેન્દ્રો પર વધારેમાં વધારે સિક્યોરીટી જૂથની ગોઠવણની માગ કરી છે.
સાથે જ અમિત શાહે એવી પણ માગ કરી છે કે ચૂંટણી મથક પર કેમેરા અને સુપરવાઇજરની ગોઠવણી વધારવી જોઈએ. અમિત શાહનો દાવો છે કે 24મી અને 30મી એપ્રિલે થયેલી ચૂંટણીમાં યૂપીમાં ચૂંટણી મથક લૂંટવામાં આવ્યા હતા. વળી યૂપી સરકારે ભાજપના આરોપને ફગાવતા કહ્યું છે કે યૂપી સરકારના જણાવ્યા મુજબ હારથી ડરવાથી ભાજપમાં હતાશા છે.
PK
Reader's Feedback: