કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભાજપનાં ઉપાધ્યક્ષ અને યુપીનાં પ્રભારી અમિત શાહ પર નિશાન તાક્યુ. સિબ્બલે અમિત શાહ પર 3 હત્યાઓનાં આરોપી હોવાનો આરોપ લગાવ્યો. સિબ્બલે કહ્યુ કે એન્કાઉન્ટનાં રૂપમાં કરવામાં આવેલી 3 હત્યામાં અમિત શાહ દોષી છે, અને તેઓ મોદીનાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે.
સિબ્બલે કહ્યુ કે અમિત શાહ પર કૌસર બી, તુલસીરામ પ્રજાપતિ અને સોહરાબુદ્દીનની હત્યાનો આરોપ છે. પણ મીડિયામાં તેની કોઇ ચર્ચા નથી કરતુ. સિબ્બલે સવાલ ઉઠાવ્યો કે 8 વર્ષ બાદ પણ પરાગ શાહની સીબીઆઇ તપાસ કેમ નથી થઇ.
સિબ્બલે વધુમાં કહ્યુ કે 26 ડિસેમ્બર 2006માં તુલસીરામ પ્રજાપતિ કેસમાં એ વાત સ્પષ્ટ થઇ ચુકી છે આ નકલી એન્કાઉન્ટર હતુ. આ બાબતે સીએમ ઑફિસને જાણકારી હતી.
નોંધનીય છે કે ડિસેમ્બર 2006માં તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર થયુ હતુ.
DP
Reader's Feedback: