
એનડીએફબીના શસ્ત્ર સાથે ત્રાસવાદીઓ દ્વારા બોડોલેન્ડ વિસ્તાર પ્રશાસન જિલ્લા હેઠળ આવનાર આસામના બે જિલ્લા – કોકરાઝાર અને બક્સામાં ગુરૂવારે રાતથી કરવામાં આવેલા હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા છે.
પોલીસે સૂત્રોને જણાવ્યું કે કોકરાઝાર અ બક્સા જિલ્લામાં જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. બીટીએડીમાં હિંસા હજી શમી નથી. તેમણે જણાવ્યું કે બીટીએડી હેઠળ આવનારા ચિરાંગ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે અનિશ્ચિત રૂપે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક એસએનસિંહે જણાવ્યું કે બક્સા જિલ્લાથી સલબરી વિસ્તાર અને મુશલપુર, તામલપુરમાં સાંજે 6 વાગ્યે સવારે 4 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે, જેથી આગળ હિંસાને રોકવામાં આવી શકે. કેન્દ્રીય સુરક્ષા દળની છ કંપનીઓ કોકરાઝાર પહોંચી ગઈ છે અને હિંસા અસરગ્રસ્ત જ્ગ્યા પર ફ્લેગ માર્ચ કરી રહી છે.
PK
Reader's Feedback: