જોકે સમાચાર એ નથી કે કેશુભાઈની યોજના બંધ કરી દેવામાં આવી. સમાચાર એ પણ નથી કે કેશુભાઈ પટેલે ભાજપમાં પોતે જોડાવાના નથી તે સ્પષ્ટતા કરી છે એટલે તેમની યોજના બંધ કરી દેવામાં આવી. સમાચાર એ પણ નથી કે કેશુભાઈની યોજના હોવાથી મોદી સરકાર તેના પર ધ્યાન આપતી નહોતી અને તેથી યોજના અર્થહિન બની ગઈ હતી. સમાચાર એ છે કે ગુજરાતના બધા જ 18,303 ગામડાં ગોકુળિયા થઈ ગયા છે એટલે ગોકુળ ગ્રામ યોજના બંધ કરી દેવામાં આવી છે!
જીહા, જીહા, ભાઈઓ ઓર બહેનો ઓર મેરે પ્યારે દોસ્તો, જરા ધ્યાન દેકે સુનિયેગા, જરા ગૌર ફરમાઈયેગા ગુજરાતનાં બધા જ 18,303 ગામો ગોકળિયાં થઈ ગયાં છે. તેનો અર્થ એ કે શહેરોને બાકાત કરતાં ગુજરાત હવે સ્વર્ગ બની ગયું છે. બસ હવે શહેરી વિકાસ માટેની જે યોજનાઓ ચાલે છે તે પણ એક કે બે મહિનામાં બંધ કરી દેવામાં આવશે. તે પછી જાહેર કરવામાં આવશે કે ગુજરાતના શહેરોના નવીનીકરણની યોજના સંપૂર્ણ સફળ રહી છે. અર્થાત્ આખું ગુજરાત સ્વર્ગ બની ગયું છે. 14 જાન્યુઆરી, 2014ના ઉત્તરાયણના શુભ દિને જાહેરાત કરવામાં આવશે કે દુનિયામાં સૌપ્રથમવાર ગુજરાતમાં સ્વર્ગ બની ચૂક્યું છે. બસ હવે આ કામ દેશમાં કરવામાં આવશે અને બીજા બે દાયકામાં ભારતને પણ સ્વર્ગ બનાવી દેવામાં આવશે.
ગુજરાત હવે સ્વર્ગ બની ગયું છે. બસ હવે શહેરી વિકાસ માટેની જે યોજનાઓ ચાલે છે તે પણ એક કે બે મહિનામાં બંધ કરી દેવામાં આવશે. તે પછી જાહેર કરવામાં આવશે કે ગુજરાતના શહેરોના નવીનીકરણની યોજના સંપૂર્ણ સફળ રહી છે. અર્થાત્ આખું ગુજરાત સ્વર્ગ બની ગયું છે. 14 જાન્યુઆરી, 2014ના ઉત્તરાયણના શુભ દિને જાહેરાત કરવામાં આવશે.
વાહ ભઈ વાહ, ગુજરાતનું એકએક ગામડું ભાજપે ગોકળિયું કરી નાખ્યું છે. ઈન્ટરનેટના કનેક્શન ગામડે ગામડે પહોંચી ગયા છે. વાચકોને આમંત્રણ છે કે તમારું ગામ કેવું અને કેટલું ગોકળિયું બની ગયું છે તેની ખુશી વ્યક્ત કરતાં મેસેજ અમને મોકલો. જીજીએન પણ અમે સ્વર્ગના સંદેશોઓ પ્રસિદ્ધ કરીશું. ગોકુળ ગ્રામની અમુક સરકારી વ્યાખ્યા હતી. તે વ્યાખ્યા પુરી થઈ ગઈ હશે એટલે યોજના સફળ થઈ ગયેલી ગણાય. પણ એ સરકારી વ્યાખ્યા પ્રમાણે પણ કામ થયું હોય તો ચમત્કાર થયો ગણાય. ગોકુળગ્રામ હેઠળ મુખ્ય રસ્તાને પાકો બનાવવો, સ્ટ્રીટ લાઈટો નાખવી, ગામતળાવ સુધારવું, ચેક ડેમ દ્વારા પાણીની વ્યવસ્થા કરવી, શાળાના પાકા ઓરડા, શૌચાલયો, કોમ્યુનિટી હોલ બનાવવા અને ચરિયાણ વધારવું વગેરે બાબતોને સમાવી લેવામાં આવી હતી. એક ચરિયાણની જ વાત કરીએ તો ગુજરાતમાં ગૌચરની બધી જમીનો ભાજપના માનીતા, લાડકા, વહાલા ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી છે. સરકારી આંકડા સત્તાવાર રીતે જાહેર થયા છે તેમાં જ લાખો એકર ચરિયાણની જમીન પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને આપી દેવાઈ છે તો પછી ચરિયાણ કેવી રીતે વધ્યું હશે? શૌચાલય ઘરે ઘરે બની ગયા છે? દિલ્હીમાં એક કોલેજમાં નરેન્દ્ર મોદી ભાષણ કરી આવ્યા કે પહલે શૌચાલય, ફીર દેવાલય. તે પછી વિરોધીઓએ શોધી શોધીને આંકડાં આપ્યા હતા કે ગુજરાતમાં શૌચાલયની સ્થિતિ કેવી છે.
તમે શૌચાલયની વાત અત્યારમાં ના કરો. કાગળ પર એ બધું થઈ ગયું છે. તમે છોડોને એ વાત. બૂટલેગર આસુમલ ઉર્ફે આસારામ અને તેના કપાતર નારાણય સાંઈની વાતો કરો. એમાં મજા આવે છે. એમાં રોજ નવું નવું કારસ્તાન બહાર આવ્યા કરે છે. એમાં કશું નવું આવ્યું નથી, બસ એટલું કે પોતાની સામેની ફરિયાદોમાં એફઆઈઆર થઈ છે તે રદ કરવી. હાઈ કોર્ટે અરજી કાઢી નાખી છે. તેનો અર્થ એ તપાસ આગળ વધતી રહેશે. આમાં પણ એવું છે કે સત્તાવાળાઓની મરજી મુજબ પોલીસ તપાસ કરશે. નેતાઓ બધા આસારામના ભક્તો અને શિષ્યો જ છે એટલે તપાસમાં કાગળ પર જે કરવાનું હશે એ થશે. હમણાં ચૂંટણી સુધી આમ જ ચાલવા દો. પછી જોયું જાય છે. ગોકુળ ગ્રામ જેવી જંગી યોજનાનો વીંટો વળી ગયો તો પછી આસારામ સામેનો ફાલતુ કેસ શું ચીજ છે, હેં!
એ પણ જવા દો. સારા સમાચાર એ છે કે 30 નવેમ્બરથી સીએનજી સસ્તો થશે. ગેસ સસ્તો થશે. મોંઘવારીના જમાનામાં કશું પણ સસ્તુ થાય તે આનંદની વાત છે. જોકે ગુજરાત સરકાર તેનો વેટ ઘટાડશે નહીં અને કોંગ્રેસ વેટ ઘટાડવાની માગણી કરશે. વેટ ઘટે તો લોકોને ગેસ વધારે સસ્તો મળે. પરંતુ વસ્તુ બહુ સસ્તી હોય તો તેની પણ કિંમત નહીં. હકીકતમાં રાંધણ ગેસનો ઉપયોગ મોંઘા ભાવની કારમાં થાય છે. મધ્યમ વર્ગને પૂરતો ગેસ મળે નહીં અને શ્રીમંતોની કારના પૈડા ગેસથી દોડતા રહે. ડિઝલમાં સબસિડી આપવામાં આવે છે તે ટ્રક માટે છે. માલસામાનની હેરફેર મોંઘી ના થાય. બસમાં મુસાફરી પરવડે તેવી રહે તે માટે ડિઝલ સસ્તુ રાખવામાં આવે છે. પરંતુ સૌથી વધારે લોકપ્રિય થઈ રહી છે ડિઝલ કાર. 20 લાખની એસયુવી હોય, પણ હોય ડીઝલ. જોકે તેમાં બહુ ચિંતા કરવા જેવું નથી, કેમ કે કાર દ્વારા વપરાતું ડિઝલ ચિંતાજનક હદે વધ્યું નથી. પરંતુ વધી શક્યું હોત, જો ભાવમાં બહુ ફરક રહ્યો હોત તો. તે જ રીતે ગેસ સસ્તો થવાથી હવે ફરી લોકો કારમાં સીએનજી કીટ ફિટ કરાવવા લાગશે.
આ બધી બાબતોમાં લાંબા ગાળે દેશ અને સમાજનું હિત શું છે તે ધ્યાનમાં લઈને નિર્ણયો લેવાતા નથી. લોકપ્રિય થવા માટે નિર્ણયો લેવાય છે. મનમોહનની બહુ ટીકા થાય છે, પણ તેમણે હિંમત કરીને ડિઝલના ભાવને મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. લાંબા ગાળે તે દેશના હિતમાં છે. ટીકા આ સરકારે સહન કરવાની રહેશે જ્યારે નવી સરકાર આવશે તેણે એટલી જફા ઓછી રહેશે. આકરા નિર્ણય લેવાવા જોઈએ, પણ લેવાતા નથી. દાખલા તરીકે રેલવેની ટિકિટ બહુ સસ્તી છે. તેમાં ભાવવધારાની થોડી શક્યતા હતી, પરંતુ સરકાર હિંમત કરી શકી નથી. કારને થોડી મોંઘી કરી શકાય છે. બસની મુસાફરીમાં સબસિડી મળે, પણ કારમાં ફરવાવાળાને થોડું મોંઘું પડે તેવું કરવાથી સરવાળે સૌનું હિત થાય છે.
30 નવેમ્બરથી સીએનજી સસ્તો થશે. ગેસ સસ્તો થશે. મોંઘવારીના જમાનામાં કશું પણ સસ્તુ થાય તે આનંદની વાત છે. જોકે ગુજરાત સરકાર તેનો વેટ ઘટાડશે નહીં અને કોંગ્રેસ વેટ ઘટાડવાની માગણી કરશે. વેટ ઘટે તો લોકોને ગેસ વધારે સસ્તો મળે. પરંતુ વસ્તુ બહુ સસ્તી હોય તો તેની પણ કિંમત નહીં. હકીકતમાં રાંધણ ગેસનો ઉપયોગ મોંઘા ભાવની કારમાં થાય છે.
પણ સૌ પોતપોતાનું હિત જુએ. પોતે ના પી શકે તે દૂધ ઢોળી નાખવાનું - એવું કરનારા લોકો પણ હોય છે. વિપુલ ચૌધરીને અમૂલના બોર્ડમાંથી હટાવવા માટે ભાજપના ડિરેક્ટરો તૈયાર થઈ ગયા છે. વિપુલ ચૌધરી જોકે નરેન્દ્ર મોદીને પગે પડી ગયા છે, પણ આ વારેવારે રંગ બદલતા વિપુલ ચૌધરી પર હવે કોઈને ભરોસો રહ્યો નથી. દૂધસાગર ડેરીમાં પણ તેમની સામે વિરોધ ચાલી રહ્યો છે. અવિશ્વાસની દરખાસ્તનું હવે શું થશે તે જોવાનું રહેશે.
તમારે ગેરકાયદે કામ કરવા હોય તો ભાજપમાં જ રહેવું જોઈએ. કોંગ્રેસમાંથી પણ બધો કચરો ભાજપમાં આવી રહ્યો છે અને ભાજપ ઉકરડો બની રહ્યો છે, ત્યારે આ સુંદર મજાના, ગોકળિયું ગામના, સ્વર્ગ સમા ઉકરડાને છોડીને જાવ તે ના ચાલે. ગોકુળ ગ્રામ યોજનામાં એક વ્યાખ્યા હતી કે ઉકરડાઓનું વૈકલ્પિક જગ્યાએ સ્થાનાંતર કરવું. ભાજપ એ કામ સારી રીતે કરી રહ્યો છે. કોંગ્રેસના ઉકરડાંને ઘરઆંગણે લાવી રહ્યો છે. વાત એ ચાલતી હતી કે તમારે ગેરકાયદે કામો કરવાના હોય, ખનીજની ચોરી કરવાની હોય, ગેરકાયદે ભરતી કરવાની હોય (દૂધસાગરમાં 641ની ભરતી, કર્ટસી વિપુલ ચૌધરી) વગેરે... તો ભાજપમાં જ રહેવાનું હોય. વિપુલ ચૌધરી એનડીડીબી માટે કોંગ્રેસમાં જવા માગતા હતા એટલે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી. તેના કરતાં અમદાવાદના ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ ડાહ્યા છે. રમેશભાઈ ભાજપ છોડીને જવાના નથી એથી તેમને કોઈ ચિંતા નથી. તેમણે રબારી કોલોની ચાર રસ્તા પર પાંચ માળનું કમર્શિયલ બાંધકામ ગેરકાયદે રીતે કરી નાખ્યું છે. એસ્ટેટ ડિપાર્ટેમેન્ટે નોટીસો આપી છે, પણ એ તો ઠીક હવે.
નોટીસો મળવાથી કંઈ મોઢા પર કાળી શાહી લાગી જતી નથી. એ તો અરવિંદ કેજરીવાલને કાળી શાહી લાગી. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમના પર કાળી શાહી ફેંકવામાં આવી. ફેંકનાર વ્યક્તિ અણ્ણા હજારેની ભક્ત છે. તેમને રોષ એ વાતનો છે કે અણ્ણાના આંદોલનનો ફાયદો આ લોકો ઊઠાવી રહ્યા છે. આમ વાત સાચી પણ છે, પણ કેજરીવાલે ચોખ્ખી વાત કરીને રાજકારણમાં જંપલાવ્યું છે. રાજકારણમાં નખશીખ સજ્જનો નથી આવવાના, પણ કમ સે કમ ઓછા બદમાશ લોકો આવે તો થોડો સુધારો થાય. ગોકળિયું ગામમાં ઉકરડાંઓનું સ્થાનાંતર કરવાનું હતું. ઉકરડાં નાબૂદ થઈ શકવાના નથી. ઉકરડાં ગામથી દૂર હોય એટલું સારું. ઉપરાંત ઉકરડાંને પ્રોસેસ કરીને તેનો સારો ઉપયોગ થઈ શકે વગેરે.
ઓકે, ઓકે, શૌચાલય અને ઉકરડાંની વાતો પૂરી કરો. લેખ પણ પૂરો કરો.
DT
Reader's Feedback: