
પોતાની હોટ ઈમેજ અને ચર્ચાસ્પદ પિક્ચરને કારણે પ્રચલિત થયેલી અને હંમેશા ચર્ચામાં રહેનાર બોલીવુડની અભિનેત્રી પૂનમ પાંડેએ શુક્રવારે ફરી એકવાક મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે જ્યારે પોલીસે તેમને સાર્વજનિક સ્થાન પર અભદ્ર વર્તન કરવાના આરોપમાં મોડી રાતે મુંબઈમા ધરપકડ કરવામાં આવી. જો કે થોડીક વાર પછી તેમને ચેતવણી આપીને છોડી દેવામાં આવી.
જાણકારી મુજબ મીરા રોડ પોલીસ સ્ટેશનને સૂચના મળી હતી કે પૂનમ પાંડે સાર્વજનિક સ્થાન પર અશિષ્ટ અને અભદ્વ વર્તન કરી રહી છે. તુરંતુ બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને અભિનેત્રીની ધરપકડ કરી લીધી.
નજર સમક્ષ જોનાર લોકોનું કહેવું છે કે પૂનમ પાંડે ખૂબ જ ઓછા કપડામાં રસ્તા પર ફરી રહી હતી. એટલું જ નહીં તેમનો વ્યવહાર પણ વાંધાજનક હતો. લગભગ અડધો કલાક સુધી તેઓ આવી રીતે ફરતી રહી અને ખરાબ વ્યવ્હાર કરતી રહી ત્યાર બાદ સ્થાનિક લોકોએ પોલીસને આ વાતની સૂચના આપી. મુંબઈ પોલીસે એક્ટની ધારા 110 અને 117 હેઠળ કાર્યવાહી કરીને તેમની ચેતવણી આપ્યા પછી છોડી દીધી છે.
PK
Reader's Feedback: