પોતાની આલોચના પછી વિવાદિત મોડલ પૂનમ પાંડેએ બાગ્લાંદેશી લેખિકા તસ્લીમા નસરીન પર નિશાનો સાધતા પૂનમે પોતાની આલોચના સામે જોરદાર જવાબ આપ્યો છે.
પૂનમ પાંડેએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, લોકો શું કહે છે તેની ચિંતા ન કરો બસ પોતાની રીતે પોતાનું કામ કરતા રહો. શક્ય છે કે જ્યારે તમે તમારી રીતે કામ કરતા હોવ ત્યારે અમુક લોકો તમારા કામને પસંદ ન કરે અથવા તો તમારા કામને નફરત કરવા લાગે પણ તેની સામે તમારે એ વાત પર ધ્યાન આપવનું જોઈએ કે, જે લોકો તમને પસંદ કરે છે અથવા તો તમારા કામને પ્રેમ કરે છે તે લોકોનો વિચાર કરવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડે પોતાની ટ્વિટમાં એ પણ લખ્યું છે કે, જે સ્ત્રી કોઈનાથી ડરતી નથી તે જ સ્ત્રીને ઈતિહાસમાં યાદ કરવામાં આવે છે અને એજ સ્ત્રી ઈતિહાસ બનાવે છે. વધુમાં પૂનમે તસ્લીમાને સલાહ આપતી હોય તે રીતે જણાવ્યું કે, મારે સફળતા માટે કોઈની મદદની જરૂર નથી. હું મારી મહેનત અને લગનથી મારી સફળતા પ્રાપ્ત કરી શકું છું.
જો કે આ ટ્વિટર યુદ્ધમાં પૂનમની ટ્વિટ પર તસ્લીમાએ ફરી પાછું ટ્વિટ કર્યું કે, મારો વિરોધ સ્રીઓની ગરીમા જાળવાય તે માટેનો છે. હલકી પબ્લિસિટી માટેનો મારો ઉદેશ્ય નથી. તાજેતરમાં તસ્લીમાએ લખ્યું હતુ કે પૂનમ એક તબ્બકે સંપૂર્ણ નગ્ન થઈ ચુંકી છે તો પણ હજુ સુધી તેનું મન ભરાયું લાગતું નથી. હજુ વઘારે તેને શું કરવું છે. બસ આ પછી બંને વચ્ચે ટ્વિટર યુદ્ધ છેડાયું છે.
Reader's Feedback: