સચિન તેંડુલકર આજે પોતાની 100મી સદી ફટકારતાં જ ટ્વિટર પર તેને શુભકામનાઓનો વરસાદ થયો છે નાની મોટી અનેક સેલિબ્રિટી અને તેના ચાહકો શુભકામના પાઠવી છે.
ટ્વિટર પર સચિનને શુભેચ્છાનો વરસાદ
આપણા વડાપ્રધાન મનમોહનસિંહે સચિનની 100મી સદી પર અભિનંદન પાઠવ્યા છે, તો કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલાએ સચિને વેલ ડન સચિન કહીને પોતાની શુભેચ્છાઓ આપી છે. તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સચિનની 100મી સદી પર અભિનંદન પાઠવીને જણાવ્યું છે કે આપણા માટે આ ક્ષણ ગર્વ કરવાની છે, સચિનની આ સિદ્ધિ ઐતિહાસિક છે.
તો, સદીની મહાનાયક અમિતાભ બચ્ચને ક્રિકેટના ભગવાનને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા અને તેમણે આ પ્રસંગે ટ્વિટ કર્યું છે કે, હવે, ભારતના ક્રિકેટ ફેનને હાશકારો થયો, સચિને પોતાની મહાશતક પૂર્ણ કરી. સચિન પહેલા આ કાર્ય કોઈએ કર્યું નથી અને કદાચ પછી કોઈ ક્યારેય કરશે નહીં!!! તો કોકિલકંઠી અને ભારત સ્વરસામગ્રી લતા મંગેશકરે અભિનંદન પાઠવતા કહ્યું કે, સચિનને આજ ફિર એક વખત ઈતિહાસ રચ્યો છે. સચિનને આ પ્રસંગે ખૂબ અભિનંદન અને શુભકામનાઓ ( જો કે ઉલ્લેખનીય છે કે, સચિન લતામંગેશરને દીદી કહીને સંબોધે છે.)
જાણીતા નિર્દેશક મધુર ભંડારકરે આ પ્રસંગે સચિન ક્રિકેટનો ભગવાન ગણાવ્યો છે અને ફરી એકવાર સચિને સાબિત કરી બતાયું છે. અભિનંદન સચિન..તેણને સચિન પર ગર્વ છે. તો બોલિવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે સચિનને અભિનંદન આપ્યા અને ખાસ કહ્યું કે, ટીકાઓની ક્યારેય પરવા ન કરનાર સચિનને 100 સલામ અંતે સચિને સાબીત કરી બતાવ્યું. સચિને જે ઈતિહાસ રચ્યો છે તે શબ્દોમાં વર્ણીત નથી. ઉપરાંત પૂનમ પાંડે, સોનાક્ષી સિંહા અને નેહા ધૂપિયા, દિયા મિર્ઝા, આફતાબ શિવદાસિની, પાયલ રોહતગી પણ સચિનને અભિનંદન પાઠવ્યાં છે.
જાણીતા લેખિકા શોભા ડે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું કે, અંતે સચિને સાબીત કરી બતાવ્યું. 100મી સદી ફટકારી. આભાર બાંગ્લાદેશ. શું તણે રિટાયરમેન્ટ અંગે વિચારવું જોઈએ? આ સાથે બાંગ્લાદેશના જાણીતા લેખિકા તસલીમા નસરીન બાંગ્લદેશને સચિન પ્રત્યે પ્રેમ છે અન સચિનના આ રેકોર્ડને અમે બિરદાવીએ છીએ. તો બીજી તરફ ભારતના યુવા લેખક ચેતન ભગતે 100*100 બરાબર સચિનની મહાશતક પછી 1.2 અબજ ભારતીયોને શાંતિ થઈ.
સચિનની આવૃતિ અને વિસ્ફોટક વીરુ એચલે વિરેન્દ્ર સેહવાગ સચિનની 100મી સદી પર કહ્યું કે, સચિનપાજી, અભિનંદન, તમારા માટે આ નાની વાત છે પરંતુ તમે ઐતાહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. જ્યારે પણ આપણે મળીશું ત્યારે મારા તરફથી તમને ડિનર ચોક્કસ અને બીજુ પણ ઘણું. અંતમાં જાણીતા ઉદ્યોગસાહસી અને લીકરકિંગ સિદ્ધાર્થ માલ્યાએ સચિનને અભિનંદન પાઠવ્યાં અને થોડા ચેતાવણીના અવાજમાં કહ્યું કે, રેકોર્ડ હંમેશા તૂટવા માટે બને છે. અભિનંદન સચિન.
Reader's Feedback: