Home» India» India Politics» Narendra modi is bjp pm candidate

પીએમ પદના દાવેદારની ચર્ચા નહીઃ નીતિન

IANS | August 02, 2013, 03:05 PM IST

ભોપાલ : એકતરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પક્ષના નેતાઓએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કોઈપણ નિવેદન કરતા પહેલા અનુમતિ લેવા કહ્યુ છે, ત્યારે ભાજપે પોતાના નેતાઓને વડાપ્રધાન પદના દાવેદારના નામ અંગે જાહેરમાં ચર્ચા ન કરવા સલાહ આપી છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે આવેલા ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે વડાપ્રધાન પદના ઉમેદવારના નામ વિશે ભાજપમાં કોઈ વિવાદ નથી, યોગ્ય સમયે પાર્ટી નિર્ણય લેશે. આ નિર્ણય મીડિયાની ચર્ચાનો વિષય નથી. ભાજપ નેતાઓને વડડાપ્રધાન પદના દાવેદારના નામ અંગે જાહેર મંતવ્ય વ્યક્ત ન કરવા સલાહ આપવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી મોદીની ભાજપના ભાવિ વડાપ્રધાન તરીકેની દાવેદારી અંગેના સવાલના જવાબમાં ગડકરીએ કહ્યુ હતુ કે મોદી એક લોકપ્રિય મુખ્યમંત્રી છે, તેઓએ વિકાસ મોડેલ પ્રસ્તુત કર્યુ છે. તેઓએ આ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની કાર્યશૈલીના પણ વખાણ કર્યા હતા.

દરમિયાન ગડકરીએ કોંગ્રેસ ઉપર પણ નિશાન તાક્યુ હતુ. તેમણે કહ્યુ કે કોંગ્રેસ ‘ડર્ટી ટ્રીક્સ’નો ઉપયોગ કરી રહી છે. તેમણે સીબીઆઈનો મતલબ કોંગ્રેસ બ્યુરો ઓફ બ્લેકમેઈલીંગ એવો કર્યો હતો. તેમણે બટલા હાઉસ અંગે કોંગ્રેસના વલણની પણ ટીકા કરી હતી.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %