Home» Politics» Gujarat Politics» Modi today in mumbai

મુંબઇમાં મોદીનું જોરદાર સ્વાગત

જીજીએન ટીમ દ્વારા | June 27, 2013, 11:39 AM IST

(ફાઇલ ફોટો)

મુંબઈ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇની મુલાકાતે છે. તેઓ આજે આખો દિવસ મુંબઇમાં રોકાણ કરવાના છે. પક્ષની બેઠકથી લઇને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. મહારાષ્ટ્ર ભાજપ અને મુંબઇ ભાજપ દ્વારા તેમના સ્વાગતની જોરાદાર તૈયારીઓ કરવામાં આવી છે.

ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યા બાદ મુખ્યમંત્રી મોદીની મુંબઇની આ પ્રથમ જ મુલાકાત છે. તેઓ રામભાવ મહાલગી, પ્રબોધીનીના ડીરેક્ટર વિનય સહસ્ત્રબુદ્ધેના પુસ્તક "બીયોન્ડ એ બિલિયન બેલેટ" નું વિમોચન કરશે. આ કાર્યક્રમ સાંજે 5-30 કલાકે મુંબઇ શેરબજારના ઓડીટોરીયમમાં આયોજીત કરાયો છે. મુંબઇના ફોર્ટ વિસ્તારમાં દલાલ સ્ટ્રીટ કે જ્યાં પીજે ટાવરમાં મુંબઇ શેરબજારનું આંતરરાષ્ટ્રીય ઓડીટોરીયમ આવેલું છે ત્યાં કડક સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા ગોપીનાથ મુંડે હાજરી આપશે. સ્વભાવિક છે કે મોદી  આ કાર્યક્રમમાં રાજકીય વકતવ્યમાં કોંગ્રેસ અને યુપીએ સરકારને આડેહાથે લેશે.

સૂત્રોએ જણાવ્યું કે તેઓ બપોરે ભાજપની પ્રદેશ કોર કમિટિની બેઠકમાં ભાગ લેશે. આ કાર્યક્રમ હોટલ રંગશારદામાં આયોજીત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાજ હોટલમાં સીઆઇઆઇના એક કાર્યક્રમમાં મોદી હાજરી આપવાના છે. ભાજપની પ્રદેશ કોર કમિટિની બેઠકમાં તેઓ પ્રચાર સમિતિના અધ્યક્ષના નાતે આવનારા સમયમાં કોંગ્રેસ અને યુપીએ સરકારની સામે કઇ રીતે પ્રચાર કરવો તેનો મંત્ર પણ આપશે. આમ, સમગ્ર દિવસ દરમિયાન મુખ્યમંત્રી મોદી અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને રાત્રે અમદાવાદ આવવા રવાના થશે. મુંબઇના સાંતાક્રુઝ વિમાની મથકેથી લઇને ઠેરઠેર મોદીના કટઆઉટ, પોસ્ટર, બેનર અને હોર્ડીગ્સ લગાવવામાં આવ્યાં છે. મોદી જાણે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હોય તે પ્રમાણે તેમનું ભવ્ય અને જોરદાર સ્વાગત થવાનું છે.

PG/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %