ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન ગડકરી અને મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની મુલાકાતે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે નિતીન ગડકરી અને રાજ ઠાકરે આ બન્નેની દોસ્તીથી નારાજ થયા છે.
શિવસેનાના સમાચારપત્ર સામનામાં ઉદ્ધવે કહ્યું કે ભાજપમાં કોમ્યૂનિકેશનની ઉણપ છે. સામનામાં છપાયેલા ઉદ્ધવ ઠાકરેના નિવેદનમાં આ મુલાકાતને લઈને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છેકે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહને આ સંદર્ભે વાત કરશે. નોંધનીય છેકે ગડકરીના રાઠ ઠાકરે સાથે સારા સંબંધ છે. તેમણે રાજ ઠાકરે સાથે મુંબઈની એક હોટલમાં મુલાકાત કરી હતી. ગડકરીએ ત્યાર બાદ કહ્યું હતું કે રાજ ઠાકરે એનડીએના ગઠબંધનમાં આવી જાય.
RP
Reader's Feedback: