સવારે આઠ વાગ્યે બેંગ્લોર ગુવાહાટી એક્સપ્રેસમાં થયેલા બોમ્બ ધડાકાને પગલે ગૃહ મંત્રાલયે ગુજરાતને હાઇએલર્ટ આપ્યું છે.
ચેન્ન્ઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર ઉભેલી બેંગેલોર ગુવાહાટી એક્સપ્રેસના બે ડબ્બામાં સવારે આઠ વાગ્યે થયેલા બોમ્બ ધડાકાને પગલે ગૃહમંત્રાલયે ગુજરાતને પણ હાઇ એલર્ટ આપ્યું છે. ચેન્નઈમાં થયેલા વિસ્ફોટમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતને આપેલા હાઈ એલર્ટને પગલે અમદાવાદ,સહિત અન્ય રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશો અપાઈ ચૂક્યા છે. ચેન્નઈ બોમ્બ ધડાકા અને ગુજરાતને આપવામાં આવેલા એલર્ટને પગલે ગુજરાત એટીએસની ટીમ ચેન્ન્ઈ જવા રવાના થશે એવા પણ અહેવાલ છે.
MP/DP
Reader's Feedback: