.jpg)
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૪ સંદર્ભે આજે તા.૩૦ એપ્રિલના સવારના ૭ થી ૬ વાગ્યા સુધી મતદાન શરુ થયું છે. ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામ પાસેના દરિયામાં આવેલા ગુજરાતની અજાયબી સમા અજાડ ટાપુના મતદારો માટે ચૂંટણીપંચ દ્વારા મતદાન મથક મંજૂર કરવામાં આવ્યું છે. ગઈકાલે જ સમુદ્ર માર્ગે મતદાન મથક ઉપર જવા ચૂંટણી સ્ટાફ રવાના થયો હતો.
૧૨-જામનગર લોકસભા બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા નાનાઆસોટા ગામ પાસેના સમુદ્રમાં આવેલા અજાડ ટાપુ ઉપર જ મતદાનની સુવિધા મળતા તા.૨૯મી એપ્રિલના બપોરના નાનાઆસોટા ગામથી હોડીમાં ચૂંટણી સ્ટાફ અજાડ ટાપુ જવા રવાના થયો હતો. જેમાં ૧ ઝોનલ ઓફીસર એમ.આર.હડીયલ ૧ પ્રિસાઇડીંગ, ૨ પોલીંગ, જીઆરપી અને પોલીસ સ્ટાફ રવાના થયો હતો.
જિલ્લાના સ્વીપના નોડલ ઓફીસર અને જાડાના મુખ્ય કારોબારી અધિકારી અશોક કાલરીયા નાના આસોટાના સરપંચ કોળુભાઇ ખુંટી તથા મોટાઆસોટાના સરપંચ નોંધાભાઇ ચાવડા હોડીમાં સાથે અજોડ ટાપુ જવા રવાના થયા હતાં. આ પ્રસંગે અશોક કાલરીયાએ અજાડ ટાપુના મતદાન મથકને એક નવા જ પ્રકારનું મતદાન મથક ગણાવી આ ગુજરાતનું અજોડ મતદાન મથક છે. તેમણે મતદાન મથક સુધી પહોંચવામાં મરીન અને ફોરેસ્ટના સહયોગની પ્રસંસા કરી હતી. આ પ્રસંગે નાના આસોટાના સરપંચ કાળુભાઇ ખુંટીએ અજાડ ટાપુના અલગ મતદાન મથક મળતા ત્યાંના લોકોને સારી સુવિધા પ્રાપ્ત થઇ છે તેમ જણાવ્યું હતુ. આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફીસર નિલેશ એન. જોશી પણ હાજર રહયા હતાં.
AI/DP
Reader's Feedback: