
સુરત સંસદીય મતવિસ્તારમાં આવતા નાનપુરા હીજડાવાડમાં આવેલા કુલ ૬૦ વ્યંઢળોએ વિધાનસભા અને લોકસભાની દરેક ચુંટણીની જેમ આ વખતે લોકસભાની-૨૦૧૪ની ચુંટણીમાં પણ ૧૦૦ ટકા વોટીંગ કર્યું છે.સુપ્રિમ કોર્ટે તાજેતરમાં વ્યંઢળોને સ્ત્રી અને પુરુષ કરતાં થર્ડ જેન્ડરમાં આવતા આવા મતદારોને અધર્સ કેટગરીમાં રાખીને તેમને ઓબીસી કેટેગરીમાં મુકવાનો ખુશી આજે મતદાન દરમિયાન તેમણે વ્યક્ત કરી હતી.
સોળમી સદીનો ઐતિહાસિક વારસો ધરાવતા સુરત (સૂર્યપુર) શહેરમાં નવાબ ગોપી મલિકે તામ્રપત્ર પર લખી આપેલા નાનપુરા-હીજડાવાડમાં રહેતાં ૬૦ જેટલા વ્યંઢળોએ પણ આજે લોકસભાની ચુંટણીના મતદાનમાં દર વખતની જેમ ઉત્સાહથી ભાગ લીધો હતો.નાનપુરા હીજડાવાડમાં વર્ષોથી આમ જનતા સાથે દૂધમાં સાકરની જેમ ભળીને રહેતા આ વ્યંઢળોએ વિધાનસભા હોય કે લોકસભાની દરેક ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવામાં કોઈ કચાશ રાખી નથી.
બડેખાં ચકલા વિસ્તારના કાજીના મેદાનમાં આવેલા મરાઠી સુમન સ્કુલના મતદાન મથક પર આ વર્ષે પણ હીજડા વાડના ૬૦ જેટલા વ્યંઢળો સામુહિક મતદાન કરવા આવ્યા હતા.આ વખતે મતદાર યાદીમાં સ્ત્રી કે પુરુષ મતદારમાં સમાવેશ કરવામાં આવતા વ્યંઢળ મતદાતાઓનો સમાવેશ અધર્સ કેટેગરીના મતદારો તરીકે થવા પામ્યો છે.જેનો આનંદ વ્યક્ત કરતાં વ્યંઢળ શિલ્પાકુંવર ઘનગૌરીકુંવરે જણાવ્યું હતું કે હમણાં સુપ્રિમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે પ્રસંશાપાત્ર છે.અત્યાર સુધી સમાજમાં માત્ર સ્ત્રી કે પુરુષનું એમ બે જ કેટેગરીના મતદારો હતા.હવે થર્ડ જેન્ડર તરીકે અમારો સમાવેશ કરીને અદાલતે અમને સમાજનો એક હિસ્સો ગણીને ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરીને અમારા શૈક્ષણિક તથા સામાજિક અધિકારો આપ્યા તેની ખૂબ જ ખુશી થાય છે.ઓછા ભણતરને કારણે કોઈ નોકરી ધંધાની નિયત આવક વિના માત્ર અમારે યજમાનોની દાન દક્ષિણા એટલે કે દાપું લઈને જ ગુજરાન ચલાવવું પડે છે.
CP/DP
Reader's Feedback: