સુરતનાં ઘોડદોડ રોડ વિસ્તારમા આવેલી કૈનાયા પેલેસના પાંચમા માળે એકાએક સ્લેબ તુટી પડતા ત્રણ બાળકો સહિત મહિલા સ્લેબ નીચે દબાયા હતા. આ ઘટના બનતા જ સ્થાનીક લોકોમા દોડધામ મચી જવા પામી હતી. જયા બીજી તરફ ભારે જહેમદ બાદ ફાયરના જવાનોએ મહિલા સહિત બાળકોને સ્લેબમાથી બહાર ઉગારી લઇ તેઓને સારવાર અર્થે સીવીલ હોસ્પીટલ મોકલી આપ્યા હતા. જેમા સારવાર દરમિયાન એક બાળક તથા મહિલાનું કરુણ મોત નીપજયુ હોવાનું અનુમાન કરાઇ રહ્યુ છે.
ઘોડદોડ રોડ, કોટક બેંક પાસે આવેલા કૈનેયા પેલેસમા કામ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન એકાએક પાંચમા માળનો સ્લેબ તુટી પડતા ત્રણ બાળકો તથા મહિલા સ્લેબ નીચે દબાયા હતા. જયા બીજી તરફ આ દુર્ગટના બનતા જ સ્થાનીક લોકોમા દોડધામ મચી જવા પામી હતી. અને તાત્કાલિક આ અંગે ફાયરને જાણ કરતા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને સૌ પ્રથમ હાઇડ્રોલીકની મદદથી ફાયરના જવાનોએ પાંચમા અને ચોથા માળે ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા. અને બાદમા ફાયરના જવાનો હાઇડ્રોલીકની મદદથી ચોથા માળે પ્રવેશ્યા હતા. બાદમા સ્લેબને ધીરે ધીરે તોડી બાળકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાય હતી.
ફાયરના જવાનોએ સ્લેબને તોડીને બે બાળકો તથા એક મહિલાને ઉગારીને તાત્કાલિક 108 દ્રારા નવી સીવીલ હોસ્પીટલમા ખસેડયા હતા. જયા એક બાળક તથા મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયુ હોવાની આશંકા સેવાય રહી છે.હાલ આ સ્લેબ કઇ રીતે પડયો તે અંગે ફાયરના જવાનોએ તપાસનો દૌર શરુ કર્યો છે. આ ઉપરાત આ બનાવમા જો કોઇની બેદરકારી છતી થશે તો ઉમરા પોલીસે ગુનોનોંધવાની પણ તૈયારી બતાવી છે.
DP
Reader's Feedback: