કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢ બરેલી ખાતેથી આજે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી.
મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે દિલ્હીમાં મારું હેલિકોપ્ટર રોકવામાં આવ્યું અને ત્યાર બાદ કોંગ્રેસને નિશાને લેતા કહ્યું કે ચૂંટણી ટાંણે જ કોગ્રેસને ગરીબોની યાદ આવે છે. સિંહ મુદ્દે અખિલેશ સરકારને નિશાને લીધી હતી. આ ઉપરાંત બરેલી અને ગુજરાતના સંબંધને પતંગ અને દોર સાથે સાંકળીને લોકોને એકતારે બાંધવાની કોશિષ કરી હતી. આ ઉપરાંત સપા,બસપા અને કોંગ્રેસને નિશાને લેતા લોકોએ અપીલ કરી હતી કે આ સબકો વિદાય આપી દો...વિકાસના મુદ્દે સોનિયા ગાંધીને નિશાને લેતા તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અહીંના લોકોના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો નથી તેમજ વધુમાં તેમણે કહ્યું કે માત્ર કાગળની કાર્યવાહીથી દેશમાં વિકાસ થશે નહીં. દિલ્હીમાં બેઠેલો લોકોએ દેશને બરબાદ કરી નાખ્યો છે.
ગુજરાતના સિંહ સંભાળવા તેમના વશની વાત નથી : મોદી
નરેન્દ્ર મોદીએ અખિલેશ સરકારને નિશાને લેતા કહ્યું કે અખિલેશે અમારી પાસે સિંહ માગ્યાં અમે આપ્યા. ગુજરાતના સિંહ સંભાળવા તેમના વશની વાત નથી. ગુજરાતનો સિંહ શેરદિલ લોકો સાથે રહે છે.
બરેલીની દોરી વગર ગુજરાતમાં પતંગ ઉડતી નથી : મોદી
મોદીએ કહ્યું કે બરેલીમાં બનેલા દોર વગર ગુજરાતમાં પતંગ ઉડતી નથી. આ ઉપરાંત મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકારની બને તેટલી જલ્દી વિદાઈ કરી દેવી જોઈએ.
365 દિવસ એપ્રિલ ફૂલ બનાવે છે કોંગ્રેસ : મોદી
કેન્દ્ર સરાકરને નિશાને લેતા મોદીએ કહ્યું કે 365 દિવસ કોંગ્રેસ જનતાને એપ્રિલ ફૂલ બનાવે છે.
નોંધનીય છેકે નરેન્દ્ર મોદીએ આજે બરેલીમાં મહાનગર મેદાન ખાતે આંવલા અને પીલીભીત તેમજ બરેલીના ઉમેદવારના સમર્થન માટે આ રેલી સંબોધી છે. આજે નરેન્દ્ર મોદી બરેલી સિવાય બિયોહારી, સતના અને જબલપુરમાં રેલી સંબોધશે.
RP
Reader's Feedback: