બ્રહ્માના માનસપુત્રોમાં કશ્યપ-મરિચિ સૌ પહેલા ગણાય. મરિચિ એટલે કિરણ. સૃષ્ટિ-સર્જનનું આદિકારણ આ કિરણ છે. અગ્નિ, ઊર્જા અને પ્રકાશ વિના જીવસૃષ્ટિનું સર્જન શક્ય નથી તેથી મરિચિ સમગ્ર જીવસૃષ્ટિના પહેલા જનક.
મરિચિને અદિતિ દ્વારા જે સંતાનો થયાં તે આદિત્યો. આદિત્યો અનેક છે. પછીથી તેમને બાદ માસના બાર સૂર્યો સાથે મેળ બેસાડવા અને સમયચક્ર-ઋતુચક્રને સમજવા ખપમાં લીધા છે.
મરિચિની બીજી પત્નીને દિતી. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જેવા આક્રમક, પરાક્રમી, મહાબળવાન અસુરો ને તેનાં સંતાનો, એમની અસુરવૃત્તિ જાણીતી છે.
મરિચિની ત્રીજી પત્ની હનુ. તેનાં સંતોનો તે દાનવો. દાનવ-વીરો પણ મહાપરાક્રમી, શૂરવીર પણ છતાં દાનવો એટલે દાનવો.
મારિચે જે છલવિદ્યા, માયાભાસની વિદ્યા ઊભી કરી તેને કારણે સત્ય અનેકરંગી બની રહે છે. આ માયાભાસની વિદ્યાથી આપણને એક જ રંગનું કિરણ અનેક રંગનું દેખાય છે અને એટલે મૂળ વાસ્તવિકતા મૂળ સ્વરૂપે રહેતી નથી.
મરિચિની એક પત્ની કદ્રુએ નાગલોકોને જન્મ આપ્યો અને એક ઓર પત્ની વિનતાથી ગરુડનો જન્મ થયો. મરિચિની અન્ય અનેક પત્નીઓમાંથી તમરાએ પક્ષીઓને, સુરભિએ ગાય-ભેંસ વગેરે પશુઓને સુરસાએ સરિસૃપને જન્મ આપ્યો અને એમ છેક વનસ્પતિસૃષ્ટિ સુધીના સૌ જીવોનો જન્મ થયો.
આમ કશ્યપ એટલે સૃષ્ટિનો કર્તા, સૃષ્ટિનો સૃષ્ટા, આ મરિચિનો સંબંધ મારિચ સાથે પણ છે. તેને સંભૂતિ અથવા કલા નામની પત્નીથી જે પુત્ર થયો તે મારિચ. આ મારિચે જે છલવિદ્યા, માયાભાસની વિદ્યા ઊભી કરી તેને કારણે સત્ય અનેકરંગી બની રહે છે. આ માયાભાસની વિદ્યાથી આપણને એક જ રંગનું કિરણ અનેક રંગનું દેખાય છે અને એટલે મૂળ વાસ્તવિકતા મૂળ સ્વરૂપે રહેતી નથી. માનવમાત્ર આ છલનાના શિકાર થઈ ભ્રમણાની પાછળ, મરીચિકાની પાછળ દોટ મૂકે છે. રામ જેવા રામ પણ આ મારિચ-વિદ્યાનો ભોગ થઈ પડે છે તો એ ભ્રાન્તિ નામે સુવર્ણમૃગ આપણા જેવાં સામાન્ય માણસોને તો પોતાની પાછળ કેટલું દોડાવે તે સમજાય તેવું છે.
માનવજાત પ્રકાશકુળનું સંતાન છે. ક્યારેક તે અંધકારમાં અથડાય છે, અટવાય છે, ગૂંચવાય છે પણ અંતે તો સૂર્યોદય નિશ્ચિત છે એ જ જ્ઞાનસ્વરૂપ છે અને એ જ ઉદ્ધારક પણ છે.
મારિચની છલના અથવા માયાભાસની વિદ્યામાંથી બચવું હોય તો શું કરી શકાય? શાસ્ત્રો કહે છે કે કશ્યપે પશ્યક થઇ જવું. કશ્યપ જેમ સૃષ્ટિનો સ્રષ્ટા અથવા કર્તા છે તેમ પશ્યક સૃષ્ટિનો માત્ર દ્રષ્ટા છે. જો વ્યક્તિ દ્રષ્ટા બની જાય, માત્ર સાક્ષીભાવે જીવવા માંડે તો માયાભાસની છલના કશું કરી શકે નહીં, બધી ભ્રાન્તિમાંથી મુક્ત થઇ જવાય. એટલે કશ્યપ મરીચિની પણ આ મસ્તા છે. તેઓ સંસારના સાવ તળિયે પહોંચીને પણ, આ સર્વના સ્રષ્ટા-કર્તા હોવા છતાં દ્રષ્ટા રહો શક્યા તેથી બધાથી પર છે, ઉપર છે.
મરિચિસૂત મારિચનો પુત્ર તે વિવસ્વાન. એ ગીતાજ્ઞાનનો પહેલો અધિકારી શિષ્ય બન્યો. વિવસ્વાનના વળી બે પુત્રો-મનુ વૈવસ્વાત અને યમ વૈવસ્વાત. આમ મનુ અને યમ બંને સૂર્યપુત્રો. એક કિરણ પ્રાણદાયક તો બીજું કિરણ પ્રાણઘાતક. એટલે જીવન-મૃત્યુ હાથમાં હાથ પકડીને સાથે સાથે ચાલે છે એવું પણ આ કથામાંથી સહેજે સમજાય છે. ટૂંકમાં માનવજાત પ્રકાશકુળનું સંતાન છે. ક્યારેક તે અંધકારમાં અથડાય છે, અટવાય છે, ગૂંચવાય છે પણ અંતે તો સૂર્યોદય નિશ્ચિત છે એ જ જ્ઞાનસ્વરૂપ છે અને એ જ ઉદ્ધારક પણ છે. જ્યારે અંધકાર તો માત્ર આભાસ છે, પડછાયો માત્ર છે, પ્રકાશ પહોંચ્યો નથી અથવા પહોંચતો નથી એવી સ્થિતિ માત્ર છે.
YV / KP
Reader's Feedback: