આજથી બીએ , બીકોમ સહીત ચાર ફેકલ્ટીની પરીક્ષાઓ શરુ થઇ ગઈ છે. કુલ 39,380 વિદ્યાર્થીઓ સેમેસ્ટર 6 ની પરીક્ષા આપી રહ્યા છે. બીએ સેમેસ્ટર 6 ઇંગ્લીશમાં 11,345 વિદ્યાર્થીઓ , નોન ઇંગ્લીશમાં 6570 વિદ્યાર્થીઓ , હોમ સાયન્સમાં વિદ્યાર્થીઓ જયારે બીબીએ સેમેસ્ટર 6 માં 3835 વિદ્યાર્થીઓ , બીકોમ સેમેસ્ટર 6 માં 17,360 વિદ્યાર્થીઓ અને બીએસડબલ્યુ સેમેસ્ટર 6 માં 195 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવાતી આ પરીક્ષા કુલ 117 કેન્દ્રો ઉપર લેવામાં આવી રહી છે.
પરીક્ષામાં થતી ગેરરીતિઓ અને બેફામ ચોરી અટકાવવા માટે કુલ 30 સ્કવોડ બનાવવામાં આવી છે જેના દ્વારા સતત પરીક્ષા કેન્દ્રો ઉપર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
JJ/RP
Reader's Feedback: