શહેરની મોદી સ્કુલ અને પ્રાઈમ સાયન્સ સ્કુલ નામની બે શાળાઓ સ્કોલરશીપ આપવાની પરીક્ષા ધો-૧૧ માટે લેતા હોવાનું જીલ્લા શિક્ષણધિકારીના ધ્યાને આવતા તેમણે તાત્કાલીક બન્ને સ્કુલોને નોટિસ ફટકારી આવી પરીક્ષા ન લેવાની બાંહેધરી લઈ બન્ને શાળાઓનું આકસ્મિક ચેકીંગ કરતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના શરૃસેકશન રોડ પર આવેલી મોદી સ્કુલ રૃા.ર.પ૧ લાખથી શરૃ કરી રૃા.૧૧૧૧૧ સુધી સ્કોલરશીપની પરીક્ષા ધો-૧૧ સાયન્સ માટે લેવાનું નક્કી કરાયું હતું. તો સામાપક્ષે મોદી સ્કુલ સામે જ આવેલી પ્રાઈમ સાયન્સ સ્કુલે પણ આવી પરીક્ષાનું આયોજન કર્યુ હતું .જેમાં પરીક્ષાર્થીઓને ભવ્ય પુરસ્કાર તથા સ્કોલરશીપ આપવાનું જણાવાયું હતું.
હજુ તો ધો-૧૦ ની પરીક્ષા પુરી નથી થઈ ત્યાં વિદ્યાર્થીઓને ખેંચાખેંચ કરવાની આ ચેષ્ટા લોકોમાં ભારે ટીકાપાત્ર બની હતી. અને તેની ફરિયાદો પણ થઈ હતી. જે બાબત જીલ્લા શિક્ષણધિકારી ડો.એમ.આર. સગારકાના ધ્યાને આવતા તેમણે ગઈકાલે તા.ર૪/૩ના રોજ બંન્ને શાળા સંચાલકોને બોલાવી પરીક્ષા બાબતે નોટિસ ફટકારી બંન્ને પાસેથી પરીક્ષા ન લેવા લેખીત બાંહેધરી લીધી હતી.
ત્યારબાદ ગઈકાલે સવારે તા.રપ/૩ના રોજ સવારે ૧૦ કલાકે લેવાનારી કથિત પરીક્ષા સ્થળે શિક્ષણધિકારીની ટીમો પહોંચી આકસ્મિક ચેકીંગ કર્યુ હતું. પરંતુ બન્ને શાળાઓમાં પરીક્ષાઓ લેવાઈ ન હતી. આખા બનાવે જામનગર શહેરના શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે.
AI/RP
Reader's Feedback: