Home» Gujarat» Other» News related with dwarkadhish temple

દ્વારિકાધીશની ચાંદી ધ્વજાનું પ્રકરણ ગાંધીનગર પહોંચ્યું

જીજીએન ટીમ દ્વારા | April 22, 2014, 12:43 PM IST

જામનગર :

દ્વારકાના જગત મંદિર પર આરોહણ કરવામાં આવેલ ચાંદીની ધ્વજાનો વિવાદ બાદ ભૂદેવો પર કરવામાં આવેલ પોલીસ ફરિયાદ ખોટી રીતે કરવામાં આવી છે. આ બાબતે દ્વારકા-ખંભાળિયાના બ્રહ્મસમાજ દ્વારા જગતમંદિરની દેવસ્થાન સમિતિ દ્વારા જે અન્યાયકારી પધ્ધતિ દાખવવામાં આવી છે. એ માટે ઉચ્ચકક્ષાએ એટલે કે મહેસુલ સચિવને તથા ગૃહસચિવને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેથી અન્યાયી હકીકતની પુરતા પ્રમાણમાં તપાસ કરવામાં આવે એવી માંગણી છે. જેની વિગત આ પ્રમાણે છે કે, ભાવનગર ડિસ્ટ્રીકના એક ભાવિક દ્વારા દ્વારકાના દ્વારકાધીશમંદિરના શીખર પર ચાંદીની ધ્વજા આરોહણ કરવામાં આવી હતી.

આ ધ્વજા આરોહણ કરાવાનો પરંપરાગત કાયમી હકક સ્થાનિક અબોટી બ્રાહ્મણો ધરાવતા હોવાથી રૂટીન કાર્ય મુજબ આ ભૂદેવો દ્વારા ધ્વજા આરોહત કરવામાં આવી હતી અને બાદ દાન પેઠે મળેલ ધ્વજા રૂટીન પ્રમાણે લઇ જવામાં આવી હતી. દેવસ્થાન સમિતિ દ્વારા આ પ્રમાણે ધાતુની ધ્વજાનો હકક દેવસ્થાન સમિતિનો થાય બ્રાહ્મણોનો નહીં એ મતલબથી બ્રાહ્મણો સામે રાત્રે ખોટી પોલીસ ફરિયાદ કરી કરાવી તાત્કાલીક પણે ધ્વજાનો કબ્જો લઇ ભૂદેવોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પ્રમાણેની કડક કાર્યવાહી પહેલા બ્રાહ્મણોને અગાઉ જાણ કરવામાં આવી ન હતી કે મુદત પણ આપવામાં આવી ન હતી. સમગ્ર કાર્યવાહી એકાએક ઇમરજન્સીમાં કરવામાં આવી હતી. બ્રાહ્મણોની જે પ્રમાણે ધરપકડ કરવામાં આવી તે કાયદાની રસમ પ્રમાણે ખરેખર યોગ્ય નથી. કાયદાવિદોના અભિપ્રાય પણ આ બાબતે ગુન્હો દાખલ કરવા લાયક હોવાનું જણાવતા નથી, ધરપકડ માટેની કોઇ ચોકકસ કલમો પણ આ બનાવમાં લાગી શકે તેમ ન હતી. તેમ છતાં કલમો લગાડવામાં આવી હતી તે આ બનાવને અનુરૂપ નથી, જે આપ જાણી શકો છો ત્યારે દેવસ્થાન સમિતિ દ્વારા આ અંગે ઉતાવળભર્યું પગલું ભરી અન્યાય કરવામાં આવ્યો હોવાનું અમારૂ સર્વેનું માનવું છે. આપને એક અત્યંત મહત્વની વિગત જણાવવાની કે ધ્વજા લઇ જનારા ભૂદેવો દાખલા તરીકે એક પક્ષે છે તો ધ્વજા પરત મેળવનાર દેવસ્થાન સમિતિ બીજા પક્ષકાર છે. જયારે બે પક્ષકારો આમને-સામને હોય ત્યારે અન્ય ત્રીજા સ્થાનેથી કે ઉચ્ચ અધિકારી આગળથી બન્ને પક્ષે ન્યાય મેળવવાનો થાય આ બાબત સ્વભાવિક છે. ત્યારે કોઇ પક્ષકાર અન્ય પક્ષકાર ઉપર બળજબરી આચરે તો એ એકતરફી દાદાગીરી માની શકાય. જે આ બાબતે સ્પષ્ટ થવા જે આરોપી ઉપર દાખલ કરવામાં આવેલ ગુન્હાની કડક કાર્યવાહી પહેલા ભૂદેવો શા માટે ધ્વજા લઇ ગયા છે એ કારણ જાણવા કે જણાવવા માટે સમય કે તક આપવામાં આવી ન હતી. આમ, દેવસ્થાન સમિતિ દ્વારા ન્યાયની ગરીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

બાબતે અમારી સહુની આપ સમક્ષ ફરિયાદ કરવામાં આવે છે કે, આ બાબતે ન્યાયી તપાસ થાય, તે માટેની માંગ કરવામાં આવી છે. જણાવવામાં આવેલી એક હકીકત મુકવાની છે કે, ભારત રાષ્ટ્રમાં આવેલ અન્ય દેવસ્થાનમાં આવી સમિતિ કાર્યરત છે. ત્યાં તેમના પૂજનીયને અર્પણ કરવામાં આવતી સોના-ચાંદીની કે અન્ય વસ્તુઓએ સમિતિને સોંપવામાં આવી હોવાનો કોઇ પુરાવો મળી શકે ખરો ? તો આવા પુરાવાઓ આ કેસમાં દાખલારૂપે થઇ શકે રાષ્ટ્રના તમામ ધર્મસ્થાનો પ્રમાણેની સમિતિઓ કાર્યરત હોય અને તમામ ધર્મસ્થાનના માપદંડો જો એક સરખા હોય તો અમોને ઉચ્ચકક્ષાએથી જે કોઇ સજા મળે તે માન્ય છે.

AI/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %