ઓખા નૌસેના દ્વારા ચાલતી બાર દિવસની નવમી મરીન પોલીસ ટ્રેનિંગમાં આઠમા દિવસે યુદ્ધ જહાજ 'વિપુલ' પર એર બલૂન બોટનું જીવંત નિર્દર્શન કરાવવામાં આવ્યું હતુ. જેમા ટ્રેનરોને યુદ્ધ જહાજ પરથી લાઈફ જેકેટ પહેરાવી દરિયામાં છલાંગ મારી દુર રહેલી આ બલુન હોડી સુધી પહોંચવાનું હતુ જે દરેકે સિદ્ધ કર્યુ હતુ. તાલીમમાં જામનગર, ભુજ, ગોંડલ, ઘંટેશ્વર, કલગામ,નડીયાદ એસઆરપીના જવાનો અને દીવ દમણના મળી કુલ ૩૪ જવાનો સજજ બની રહ્યા છે.
નિર્દર્શન કરાવવામાં આવ્યુ તે જર્મન બનાવટની બોટ દસ વ્યકિતની કેપેસિટી ધરાવે છે. કટોકટીના સમયે આ બોટ દરિયામાં ખુબજ ઉપયોગી સાબિત થાય છે. આ બોટમાં પાણીમાં ય પ્રકાશ ફેંકી શકે એવી વોટરપ્રૂફ ટોર્ચ અને રિફલેકટ સિગ્નલ મીરર, અને સંદેશા વાહક ડીસ્પરેશન સિગ્નલ પણ મોજુદ હોય છે.
આ બોટના નિદર્શન વેળા તમામ ટ્રેનરોને યુદ્ધ જહાજ પરથી લાઈફ જેકેટ પહેરાવી દરિયામાં દુર રહેલી આ બલુન હોડી સુધી પહોંચવાનું હતુ જે તમામે સિદ્ધ કર્યુ હતુ.
AI/RP
Reader's Feedback: