પ્રતિકાત્મક તસ્વીર
જામનગર :તાજેતરમાં ધો.૧૦ના બોર્ડ પરીક્ષાન ગણિતના પેપર વિજ્ઞાન શિક્ષકો પાસે ચકાસવા પડયાની ચોંકાવનારી હકીકત બહાર આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઇ ગયા છે, પરંતુ બીજી તરફ બોર્ડના મતે વિજ્ઞાનના શિક્ષકો ગણીત જાણતા જ હોઇ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય તેવો દાવો કરાયો છે. શહેરમાં સાત રસ્તા પાસે ઓશવાળ વિદ્યાલયમાં ધો.૧૦ના ગણીતના પપ હજાર પેપર (ઉતરવહીઓ) એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચેક કરાવવા માટે આવ્યા હતાં. જે માટે કુલ ૧૩૧ ગણિતના શિક્ષકોના ઓર્ડર થયા હતા. પણ તેમાંથી માત્ર ૮૨ શિક્ષકો જ આવ્યા હતાં. બીજુ આ સ્થળ ચૂંટણીના કામ માટે બીજા સપ્તાહમાં સોંપવાનું થતું હતુ.
બોર્ડએ આ અંગે એવો નિર્ણય લીધો કે ૧૨ હજાર જેટલા ગણીતના પેપર (ઉતરવહીઓ) રાવલસર ઉતર બુનિયાદી સ્કૂલના વિજ્ઞાન શિક્ષકોને ચકાસવા મોકલી આપવા જેથી ત્યાં મોકલીને પેપર ચકાસવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. હવે બોર્ડ એવું માને છે કે, ધો.૧૦ના વિજ્ઞાન શિક્ષકો ગણીત જાણતા જ હોય છે માટે તેઓ પેપર ચેક કરે તો અન્યાયન ન થાય. શિક્ષણ ક્ષેત્રના જાણકારોનો મત એવો છે કે, જે વિષય ઓછામાં ઓછા પાંચ વર્ષથી નિયમીત રીતે જે શિક્ષક ભણાવતા હોય તે જ જે -તે પેપર જોઇ શકે તે નિયમ પણ બોર્ડનો જ છે. માટે ગણીત જેવા પેપરમાં સ્ટેપ બાય સ્ટેપ માર્ક મુકવાની પધ્ધતિ ગણીત શિક્ષક જાણતા હોય તેટલા તો વિજ્ઞાન શિક્ષક ન પણ જાણતા હોય, માટે સમીક્ષાજનક ચકાસણી કામગીરી થઇ ગણી શકાય.
AI/RP
Reader's Feedback: