વીજ કંપનીથી વડોદરા શહેરની આસપાસ રહેતા ગ્રામીણ વિસ્તારો નારાજ છે. વીજ કંપની શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અલગ અલગ વીજળી આપે છે. પરંતુ અમુક ગ્રામીણ વિસ્તારોને શહેરના ભાવે જ વિજળી મળી રહી છે. જેથી નારાજ ગ્રામજનો આ બાબતે અનેક વખત રજૂઆત કરી છે. તેમ છતાં આ સંદર્ભે કોઈ પણ નિવેડો આવ્યો નથી. અંતે ગ્રામજનો દ્રારા ચેતવણી આપવામાં આવી છે કે જો 13મી તારીખે મળનારી વીજળી ફરિયાદ પંચની બેઠકમાં તેમની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ સમગ્ર મામલે નજર કરીએ તો, વડોદરા શહેરનો વિકાસ થતાં તેનું ક્ષેત્ર પણ વધ્યું છે. આ ઉપરાંત શહેરની અંદર અને બહાર વડોદરા શહેરી સત્તા મંડળની હદમાં 104 ગામો આવેલા છે. જ્યાં વર્તમાન સમયે ગ્રામીણ પ્રજા જ રહે છે. પરંતુ વીજળી કંપની શહેરી સત્તા મંડળની હદમાં આવેતા તમામ ગામડાને શહેરી વિસ્તારના ભાવે જ વીજળી આપી રહી છે. અને આજ વાતે ગ્રામજનો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
ગ્રામજનોના મતે અમે ગામડામાં રહીએ છીએ એટલે વીજળી પણ ગ્રામીણ ક્ષેત્રના ભાવે જ હોવી જોઈએ. દિવસેને દિવસે આ માંગણી પ્રબળ બની રહી છે. આજ રોજ વીજળી કંપની વિરોધમાં યોજાયેલ કાર્યક્રમમાં કિસાન આગેવાન અને આરટીઆઈ કાર્યકર્તાઓ પણ જોડાયા અને લોકોને ન્યાય મળે તેવી માંગણી કરી.
MS/RP
Reader's Feedback: