ચૂંટણીની ગરમાગરમી વધી જવા પામી છે ત્યારે લોકોને મત આપવા માટે હોટેલ અને રેસ્ટોરાં કેવી રીતે પ્રોત્સાહીત કરી શકે તેનું મેનુ પ્રેરક ઉદાહરણ પુરૂં પાડ્યું છે વડોદરાની એક હોટલના માલિક હની ત્રિવેદીએ.
27 વર્ષીય યુવાન હની ત્રિવેદીએ તેમના સાથીદારાઓ ગત ઓગષ્ટ મહિનામાં જ આ રેસ્ટોરાં શરૂ કર્યો છે તેમણે વિચાર્યું કે અહીં આવનારા મોટ ભાગના લોકો યંગ જનરેશન છે અને ઘણા પહેલી વાર મતદાન કરશે તો લોકશાહીમાં મતદાન માટેની જાગૃતિ કેળવવી જોઈએ. આ વિચારથી પ્રેરાઈને હની ત્રિવેદીએ પોતાની રેસ્ટોરાંમાં સ્પેશ્યલ મેનુકાર્ડ ડિઝાઈન કર્યો છે જેમાં દરેક પેજ ઉપર લોકોને મત આપવા માટે અપીલ કરનારા પિચર્સ અને સ્લોગ્ન્સ હિન્દી ભાષામાં પ્રિન્ટ કરવામાં આવ્યા છે.
બી.કોમ થઈને રેસ્ટોરાંના બિઝનેસમાં જોડાયેલા વડોદરાના હની ત્રિવેદીને જ્યારે પુછવામાં આવ્યું કે આ વિચાર તેમને કેવી રીતે આવ્યો ત્યારે હની ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજના યુવાનોએ લોકશાહીના તથા પોતાના અમુલ્ય મતની તાકાતને સમજવી જોઈએ. મેં અને મારા પાર્ટનરે રેસ્ટોરાં શરૂ કર્યો ત્યારથી અમે લોકો જુદા જુદા તહેવારો પ્રમાણે રેસ્ટોરાંની સજાવટ કરીએ છીએ. એટલે આ વખતે થયું કે ચૂંટણી પણ લોકશાહી માટેનો ઉત્સવ જ છે તો પછી લોકોને જાગૃત કરવા કરવા જ જોઈએ. એટલે અમે હોટલના મેનુકાર્ડની ડિઝાઈનમાં મતદારો માટે ઈવીએમની માહિતી તેમજ ચૂંટણીની તારીખ જેવી વિગતો ડિઝાઈન કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને હાકારાત્મક સપોર્ટ મળી રહ્યો છે.
MP/RP
Reader's Feedback: