
એમ.એસ.યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠકમાં વર્ષ ૨૦૧૪-૧પના વર્ષના રજૂ થયેલા ૨૩૩ કરોડના બજેટને મંજુરી આપવામાં આવી હતી. યુનિ.બજેટ અને હિસાબોને હવે આખરી મંજુરી માટે તા.૨૯મીએ મળનારી સેનેટમાં રજૂ કરવામાં આવનાર છે.યુનિ.નુ બજેટ ગત વર્ષની સરખામણીમાં ૩૭ કરોડ વધુ છે. યુનિ.ના વીસી પ્રો. યોગેશ સિંઘની અધ્યક્ષતામાં મળેલી સિન્ડિકેટની ખાસ બેઠકમાં વર્ષ ૨૦૧૪-૧પનુ રૂા.૨૩૩ કરોડનુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૪-૧પના બજેટમાં આવકની સામે જાવક વધુ હોવાથી ૧.૩પ કરોડની ખાદ્યવાળું બજેટ રહ્યુ હતુ. વર્ષ ૨૦૧૪-૧પના બજેટની સાથે સાથે વર્ષ ૨૦૧૨-૧૩ના નાણાંકીય હિસાબોને મંજુર કરવામાં આવ્યુ હતુ. સિન્ડીકેટમાં રજૂ થયેલા ૨૩૩ કરોડના બજેટમાં ૯૦% એટલે કે ૨૧૨ કરોડની રકમ તો અધ્યાપકો અને કર્મચારીઓના પગાર પાછળ જ ખર્ચાઇ જનાર છે. જ્યારે બાકીના ૧૦%ની રકમ યુનિ.ની વિવિધ બિલ્ડીંગ તથા ભવનોના મેન્ટેન્સ, સ્ટેશનરી, લાયબ્રેરીના પુસ્તકો, સિક્યુરીટી વ્યવસ્થા, ગાર્ડનની જાળવણી સહિતના વહીવટી ખર્ચ પાછળ ખર્ચાઇ જશે.
MP/RP
Reader's Feedback: