28મી જાન્યુઆરી, મંગળવારના રોજ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્વના મુદ્દા પર ઠરાવ પસાર થયા હતાં. જેમાં જેમોલોજી કોર્ષ શરૂ કરવા સંદર્ભે સહમતિ બની હતી. આ કોર્ષ શરૂ કરવા માટે જરૂરી બિલ્ડીંગનો નિર્માણ ખર્ચ 5 કરોડ એન.આર.આઈ દ્રારા આપવામાં આવશે. સેનેટ સભ્ય અશ્વિન ચોક્સીના પ્રયાસોથી વિદેશમાં રહેતા એન.આઈ.આર બિલ્ડીંગ ખર્ચ આપવા તૈયાર થયા છે અને તેઓ આપશે તેની ખાતરી સેનેટ સભ્ય અશ્વિન ચોક્સી દ્રારા આપવામાં આવી હતી. જેથી પ્રસ્તાવને સમગ્ર સેનેટ દ્રારા પાસ કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છેકે કોઈ સેનેટ સભ્ય આટલી મોટી રકમ લાવ્યું છે. અને આ પ્રકારે કોઈ કોર્ષ શરૂ થયું હોય તેમ પ્રથમ વખત બની રહ્યું છે.
જેમોલોજીના ડિપ્લોમા કોર્ષ ઘણી જગ્યાએ ચાલે છે. પરંતુ ડિગ્રી કોર્ષ કોઈ જગ્યાએ નથી જેથી આ કોર્ષ શરૂ થવાથી હિરા ઉધોગ સાથે સંકળાયેલ કારીગરોને ઘણો મદદરૂપ થશે. ઉપરાંત જે લોકો હિરા ઉધોગ ક્ષેત્રે કારકિર્દી બનાવા ઈચ્છી રહ્યાં હોય તે યુવાવર્ગ માટે પણ એક તકસમાન બની રહેશે તેવી આશા સેવાઈ રહી છે.
MS/RP
Reader's Feedback: