
મહારાજા સયાજીરાવ યુનિર્વસિટીની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ખાતે શરૂ થયેલા ટ્રેનીંગ પ્રોગ્રામમાં અફઘાનિસ્તાનના ૧૬ શિક્ષણકારોને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ સ્વિડિશ કમિટિ ફોર અફઘાનિસ્તાન (એસસીએ) દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.
ટ્રેનિંગ પ્રોગ્રામના ડાયરેકટર પ્રો કે પુષ્પાનધામે જણાવ્યું હતું કે અફધાનિસ્તામાં ૩૦ વર્ષોથી કાર્યરત સ્વિડિશ કમિટી એજયુકેશન, હેલ્થ, ડિસએબિલિટી, રિહેબિલેશન અને રૂરલ ડેવલપમેન્ટના કાર્ય કરી રહી છે.ડિપાર્ટમેન્ટ સાથે ટાઈ અપ થવાથી એજયુકેશનલ મેનેજર્સ તૈયાર થશે. આ ટ્રેનીગમાં સ્કુલ સંચાલનનું લીડરશીપ, ક્લાસરુમ મેનેજમેન્ટ સ્કીલ, શિક્ષણ ક્ષેત્રમાં મોનીટરીંગ અને મૂલ્યાંકન જેવા વિષયો પર ધ્યાન આપવામાં આવશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મ.સ. યુનિર્વસિટીની ફેકલ્ટી ઓફ એજયુકેશન એન્ડ સાઈકોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ એજયુકેશનલ એડમિનિસ્ટ્રેશન ખાતે ૧૦ દિવસના સ્કૂલ મેનેજમેન્ટ ફોર ધી ઓફિસર્સ ઓફ અફઘાનિસ્તાન' ટ્રેનિંગ પ્રોગ્રામની શુક્રવારથી શરૂઆત થઇ છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ સ્વિડિશ કમિટી ફોર અફધાનિસ્તાન દ્વારા ભંડોળ પૂરૂ પાડવામાં આવ્યુ છે. જેમાં મિનિસ્ટ્રી ઓફ એજયુકેશન, અફધાનિસ્તાન દ્વારા ૧૬ ઓફિસર્સ (શિક્ષણકારો) ની નિમણૂક કરાઈ છે.
MP/RP
Reader's Feedback: